૫૨સમાધિતંત્ર
तत्स्वरूपं स्वसंवेदयतो रागादिप्रक्षयान्न क्वविच्छत्रुमित्रव्यवस्था भवतीति दर्शयन्नाह —
टीका — अत्रैव नकेवलमग्रे किन्तु अत्रैव जन्मनि क्षीयन्ते । के ते ? रागाद्याः आदौ भवः
તત્સ્વરૂપ કેવા પ્રકારનું છે? તે અતીન્દ્રિય છે અર્થાત્ ઇન્દ્રિયજન્ય નથી, ઇન્દ્રિયગ્રાહ્ય નથી અને વચન – અગોચર અર્થાત્ શબ્દ – વિકલ્પોથી અગોચર હોવાથી (શબ્દો દ્વારા કહેવામાં નહિ આવતું હોવાથી) આ કે તે સ્વરૂપાદિરૂપે કહી શકાય તેવું નથી. તો એવા પ્રકારનું સ્વરૂપ ક્યાંથી સિદ્ધ થાય તે કહે છે – ‘‘તે સ્વસંવેદ્ય સ્વરૂપ અર્થાત્ તે ઉક્ત પ્રકારનું સ્વસંવેદનથી ગ્રાહ્ય સ્વરૂપ તે હું છું.’’
ભાવાર્થ : જે શુદ્ધાત્મસ્વરૂપ અતીન્દ્રિય, વચન – અગોચર અને સ્વાનુભવગમ્ય છે તે હું છું – એવું જ્યાં સુધી જીવને જ્ઞાન ન હતું ત્યાં સુધી તે અજ્ઞાન – નિદ્રામાં સૂતો હતો, પરંતુ જ્યારે તેને પોતાના ઉક્ત પ્રકારના સ્વરૂપનું યથાવત્ ભાન થયું ત્યારે તે વાસ્તવમાં જાગૃત થયો અર્થાત્ તેના પરિજ્ઞાનરૂપે પરિણમ્યો.
જેને શુદ્ધાત્માની ઉપલબ્ધિ છે તે જ જાગે છે અને જેને શુદ્ધાત્માની ઉપલબ્ધિ નથી તે ઊંઘે છે. જ્યારથી તે ચિદાનંદ – સ્વરૂપને સ્વસંવેદન દ્વારા અનુભવે છે, ત્યારથી તે સદાય જાગૃત જ છે એમ સમજવું. ૨૪
તે સ્વરૂપનું સ્વસંવેદન કરનારને રાગાદિનો વિશેષ ક્ષય થવાથી ક્વચિત્ પણ શત્રુમિત્રની વ્યવસ્થા (કલ્પના) રહેતી નથી તે દર્શાવતાં કહે છેઃ —
અન્વયાર્થ : (यतः) કારણ કે (बोधात्मानं) શુદ્ધ જ્ઞાનસ્વરૂપ એવા (मां) અને – મારા આત્માને (तत्त्वतः प्रपश्यतः) વાસ્તવમાં અનુભવ કરનાર જીવને (अत्र एव) અહીં જ (रागाद्याः) રાગાદિ દોષો (क्षीयन्ते) નાશ પામે છે; (ततः) તેથી (मे) મારો (न कः चित्) ન કોઈ (शत्रुः) શત્રુ છે (न च) અને ન કોઈ (प्रियः) મિત્ર છે.
ટીકા : અહીં જ — નહીં કે કેવળ આગળ (બીજા જન્મમાં) જ પરંતુ આ જ જન્મમાં