૫૪સમાધિતંત્ર
यदि त्वमन्यस्य कस्यचिन्न शत्रुर्मित्रं वा तथापि तवान्यः कश्चिद्भविष्यतीत्याशंक्याह –
टीका — आत्मस्वरूपे प्रतिपन्नेवाऽयंलोको मयि शत्रुमित्रभावं प्रतिपद्यते ? न तावद् प्रतिपन्ने । यतः मामपश्यन्नयं लोको न मे शत्रुर्न च प्रियः । अप्रतिपन्ने हि वस्तुस्वरूपे रागाद्युत्पत्तावतिप्रसङ्गः । नापि प्रतिपन्ने यतः मां प्रपश्यन्नयं लोको न मे शत्रुर्न च प्रियः । आत्मस्वरूपप्रतीतौ रागादिकप्रक्षयात् कथं क्व चिदपि शत्रुमित्रभावः स्यात् ।।२६।।
ભલે તું બીજા કોઈનો શત્રુ – મિત્ર ન હો, તો પણ બીજો કોઈ તો તારો શત્રુ – મિત્ર હશે ને? એવી આશંકા કરી તેનું સમાધાન કરે છેઃ —
અન્વયાર્થ : (मां) મને – મારા આત્મસ્વરૂપને (अपश्यन्) નહિ દેખતો (अयं लोकः) આ લોક – અજ્ઞાની પ્રાણિગણ (न मे शत्रुः) મારો શત્રુ નથી (न च प्रियः) અને મિત્ર નથી, તથા (मां) મને – મારા આત્મસ્વરૂપને (प्रपश्यन्) યથાર્થપણે દેખતો (अयं लोकः) આ લોક – જ્ઞાની જીવગણ (न मे शत्रुः) ન મારો શત્રુ છે (न च प्रियः) અને ન મિત્ર છે.
ટીકા : આત્મસ્વરૂપ સમજાય કે ન સમજાય તો પણ આ લોક મારા પ્રત્યે શત્રુ – મિત્રભાવ કેમ કરે? પ્રથમ તો (આત્મસ્વરૂપ) ન સમજાય તો પણ તે ન કરે, કારણ કે આ લોક મને દેખતો નથી તેથી તે મારો શત્રુ નથી ને મારો મિત્ર નથી; જ્યાં વસ્તુસ્વરૂપ ન સમજાય ત્યાં પણ રાગાદિની ઉત્પત્તિ થાય તો અતિપ્રસંગ આવે.
(વસ્તુસ્વરૂપ) સમજવામાં આવતાં પણ ન (કોઈ મારો શત્રુ – મિત્ર છે), કારણ કે આ (જ્ઞાની) લોક મને દેખતો (જાણતો) હોવાથી, તે નથી મારો શત્રુ ને નથી મારો મિત્ર.
આત્મસ્વરૂપની પ્રતીતિ થતાં રાગાદિનો ક્ષય (અભાવ) થવાથી ક્વચિત્ પણ શત્રુ – મિત્રભાવ કેવી રીતે હોઈ શકે?
ભાવાર્થ : અંતરાત્મા સમાધાન કરે છે કે, ‘અજ્ઞાની જનો તો મારા આત્માને દેખતા –