૫૬સમાધિતંત્ર
तद्भावनायाः फलं दर्शयन्नाह —
टीका — योऽनन्तज्ञानाद्यात्मकः प्रसिद्धः परमात्मा सोऽहमित्येवमात्तसंस्कारः आत्तो गृहीतः संस्कारो वासना येन । कया कस्मिन् ? भावनया तस्मिन् परमात्मनि भावनया सोऽहमित्यभेदाभ्यासेन । पुनरित्यन्तर्गर्भितवीप्सार्थः । पुनः पुनस्तस्मिन् भावनया । तत्रैव परमात्मन्यैव दृढ़संस्कारात् अविचभावनावशात् । लभते प्राप्नोति ध्याता । हि स्फु टम् । आत्मनि स्थितिं થાય છે. ત્યારબાદ ક્રમે ક્રમે પુરુષાર્થ વધારી સર્વ વિકલ્પોથી રહિત થઈ જ્ઞાનાનંદસ્વરૂપ પરમાત્માની આરાધના કરે છે, અર્થાત્ તેમાં લીન થઈ તદ્રૂપ બનવાની ભાવના ભાવે છે. એ પરમાત્મપદની પ્રાપ્તિનો ઉપાય છે. ૨૭.
તે ભાવનાનું ફળ દર્શાવતાં કહે છેઃ —
અન્વયાર્થ : (तस्मिन्) તેમાં – પરમાત્મપદમાં (भावनया) ભાવના કરતા રહેવાથી (सः अहं) તે – અનન્તજ્ઞાનસ્વરૂપ પરમાત્મા – ‘હું છું’ (इति) એવા (आत्तसंस्कारः) સંસ્કાર પામેલો તે – જ્ઞાની પુરુષ – (पुनः) વારંવાર (तत्र एव) તેમાં જ – આત્મસ્વરૂપમાં જ (दृढ संस्कारात्) દ્રઢ સંસ્કારને લીધે (हि) નિશ્ચયથી (आत्मनि) આત્મામાં (स्थितिं लभते) સ્થિરતા પ્રાપ્ત કરે છે.
ટીકા : જે અનંતજ્ઞાનાદિસ્વરૂપ પ્રસિદ્ધ પરમાત્મા છે તે ‘હું છું’ એવો સંસ્કાર પામી અર્થાત્ એવો સંસ્કાર એટલે વાસના ગ્રહીને, શા વડે? શામાં? તેની ભાવના વડે અર્થાત્ પરમાત્માની ભાવના વડે તે ‘હું છું’ એવા અભેદ અભ્યાસ વડે, તેની વારંવાર ભાવનાથી તેના જ એટલે પરમાત્માના જ – દ્રઢ સંસ્કારને લીધે અવિચલ ભાવનાને લીધે – ધ્યાતા ખરેખર આત્મામાં સ્થિતિ પામે છે – પ્રાપ્ત કરે છે – અર્થાત્ આત્મામાં અચલતા વા અનંતજ્ઞાનાદિચતુષ્ટયરૂપતા પ્રાપ્ત કરે છે.