Samadhitantra (Gujarati). Gatha: 29.

< Previous Page   Next Page >


Page 44 of 170
PDF/HTML Page 73 of 199

 

સમાધિતંત્ર૫૭

आत्मन्यचलतां अनन्तज्ञानादिचतुष्टयरूपतां वा ।।२८।।

नन्वात्मभावनाविषये कष्टपरम्परासद्भावेन भयोत्पत्तेः कथं कस्यचित्तत्र प्रवृत्तिरित्याशङ्कां निराकुर्वन्नाह

मूढात्मा यत्र विश्वस्तस्ततो नान्यद्भयास्पदम्
यतो भीतस्ततो नान्यदभयस्थानमात्मनः ।।२९।।

ભાવાર્થ : અનંતજ્ઞાનસ્વરૂપ પરમાત્મા તે જ ‘હું છું’ એવી વારંવાર અભેદ ભાવના ભાવવાથી તેના સંસ્કાર દ્રઢ થાય છે અને તેવા સંસ્કારને લીધે આત્મસ્વરૂપમાં સ્થિર થઈ જીવ અનંતચતુષ્ટયરૂપ પરમપદની પ્રાપ્તિ કરે છે.

વિશેષ

જ્યારે અંતરાત્મા સ્વસન્મુખ થઈ પોતાને સિદ્ધ સમાન શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સુખ ધામ અને અનંતચતુષ્ટયાદિરૂપ ધ્યાવે છેવારંવાર ભાવે છે, ત્યારે અભેદ અવિચલ ભાવનાના બળે તે શુદ્ધાત્મસ્વરૂપમાં તન્મય થઈ જાય છે. તે વખતે તેને અનિર્વચનીય આનંદનો અનુભવ થાય છે. પરમાત્મસ્વરૂપમાં લીન થતાં તે સ્વયં પરમાત્મા થઈ જાય છે. આ પરમાત્મસ્વરૂપની દ્રઢ ભાવનાનું ફલ છે.

‘‘જે પરમાત્મા છે તે જ હું છુંએવી વારંવાર ભાવના ભાવતાં શુદ્ધસ્વાત્મામાં જે લીનતા થાય છે, તે કોઈ વચનઅગોચર યોગ છેસમાધિરૂપ ધ્યાન છે.’’

આવી રીતે પરમાત્મભાવનાના દ્રઢ સંસ્કારથી આત્મા પરમાત્મા થઈ જાય છે. ૨૮. આત્મભાવનાના વિષયમાં કષ્ટપરંપરાના સદ્ભાવને લીધે ભયની ઉત્પત્તિની સંભાવના રહે છે, તો તેમાં કોઈની કેવી રીતે પ્રવૃત્તિ થાય? એવી આશંકાનું નિરાકરણ કરતાં કહે છેઃ

શ્લોક ૨૯

અન્વયાર્થ : (मूढात्मा) અજ્ઞાની બહિરાત્મા (यत्र) જેમાંશરીરપુત્રમિત્રાદિ બાહ્ય પદાર્થોમાં (विश्वस्तः) વિશ્વાસ કરે છે (ततः) તેનાથીશરીરાદિ બાહ્ય પદાર્થોથી (अन्यत्) બીજું કો (भयास्पदं न) ભયનું સ્થાન નથી અને (यतः) જેનાથીપરમાત્મસ્વરૂપના અનુભવથી ૧. જુઓઃ ‘અધ્યાત્મરહસ્ય’શ્લોક ૫૭.

મૂઢ જહીં વિશ્વસ્ત છે, તત્સમ નહિ ભયસ્થાન;
જેથી ડરે તેના સમું કોઈ ન નિર્ભય ધામ. ૨૯.