૬૦સમાધિતંત્ર
टीका — संयम्य स्वविषये गच्छन्ति निरुध्य । कानि ? सर्वेन्द्रियाणि पञ्चापीन्द्रियाणि । तदनन्तरं स्तिमिते स्थिरीभूतेन । अन्तरात्मना मनसा । यत्स्वरूपं भाति । किं कुर्वतः ? क्षणं पश्यतः क्षणमात्रमनुभवतः बहुतरकालं मनसा स्थिरीकर्तुमशक्यत्वात् स्तोककालं मनोनिरोधं कृत्वा पश्यतो यच्चिदानन्दस्वरूपं प्रतिभाति तत्तत्त्वं तद्रूपं तत्त्वं स्वरूपं परमात्मनः ।।३०।।
कस्मिन्नाराधिते तत्स्वरूप – प्राप्तिर्भविष्यतीत्याशङ्कयाह —
અન્વયાર્થ : (सर्वेन्द्रियाणि) સર્વ ઇન્દ્રિયોને (संयम्य) રોકીને (स्तिमितेन) સ્થિર થયેલા (अन्तरात्माना) અન્તરાત્મા દ્વારા (क्षणं प्रपश्यतः) ક્ષણ માત્ર જોનારને – અનુભવ કરનાર જીવને (यत्) જે – ચિદાનંદસ્વરૂપ (भाति) પ્રતિભાસે છે (तत्) તે (परमात्मनः तत्त्वम्) પરમાત્માનું સ્વરૂપ છે.
ટીકા : પોતપોતાના વિષયોમાં જતી – પ્રવર્તતી – કોણ (પ્રવર્તતી)? સર્વ ઇન્દ્રિયો, એટલે પાંચે ઇન્દ્રિયો, તેને રોકીને – નિરોધીને, ત્યારબાદ સ્થિર થએલા અન્તરાત્મા વડે એટલે મન વડે જે સ્વરૂપ ભાસે છે, શું કરતાં? ક્ષણ વાર જોતાં – ક્ષણમાત્ર અનુભવતાં – અર્થાત્ બહુ કાલ સુધી મનને સ્થિર કરવું અશક્ય હોવાથી થોડા કલાક સુધી મનનો નિરોધ કરીને દેખતાં – જે ચિદાનંદસ્વરૂપ પ્રતિભાસે છે, તે પરમાત્માનું તત્ત્વ – તદ્રૂપ તત્ત્વ – સ્વરૂપ છે.
ભાવાર્થ : સર્વ ઇન્દ્રિયોના વિષયોમાં ભમતી – પ્રવર્તતી ચિત્તવૃત્તિને રોકીને અર્થાત્ અન્તર્જલ્પાદિ સંકલ્પ – વિકલ્પોથી રહિત થઈને, ઉપયોગને પોતાના ચિદાનંદ સ્વરૂપમાં સ્થિર કરવો. તે આત્મસ્વરૂપમાં સ્થિર થતાં પરમાત્મસ્વરૂપનો પ્રતિભાસ થાય છે.
પાંચ ઇન્દ્રિયોના વિષયો તરફનું વલણ છોડી અને મનના સંકલ્પ – વિકલ્પો તોડી જ્ઞાનાનંદ સ્વભાવમાં એકાગ્ર થવું – સ્થિર થવું તે પરમાત્મ – પ્રાપ્તિનો ઉપાય છે.
આત્મા અતીન્દ્રિય સુખનો ભંડાર છે એવી દ્રષ્ટિ થતાં રાગની – વિકારની રુચિ તથા ઇન્દ્રિયોના વિષયો તરફની પ્રવૃત્તિ અટકી જાય છે. પર તરફની વૃત્તિ રોકાઈ જતાં, ઉપયોગ આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે, અને આત્માના આનંદકંદનો અનુભવ થાય છે. આ સમ્યગ્દર્શન છે ને તે જ સમાધિ છે. તે વડે જ પરમાત્મપદ પમાય છે. ૩૦.
કોની આરાધના કરવાથી તે સ્વરૂપની પ્રાપ્તિ થાય? એવી આશંકા કરી કહે છેઃ —