૬૨સમાધિતંત્ર
एतदेव दर्शयन्नाह —
टीका — मामात्मानमहं प्रपन्नोऽस्मि भवामि किं कृत्वा ? प्रच्याव्य व्यावृत्य केभ्यः ? विषयेभ्यः । केन कृत्वा ? मयैवात्मस्वरूपेणैव करणात्मना । क्व स्थितं माम् प्रपन्नोऽहं ? मयि स्थितं
જ્યારે અંતરાત્મા પોતાને સિદ્ધ સમાન શુદ્ધ, બુદ્ધ અને જ્ઞાતા – દ્રષ્ટારૂપ અનુભવે છે અને અભેદ ભાવનાના બળે શુદ્ધાત્મસ્વરૂપમાં તન્મય થઈ જાય છે ત્યારે તે સર્વ કર્મ – બંધનથી મુક્ત થઈ પરમાત્મા બની જાય છે તેટલા માટે પોતે ઉપાસક અને પોતાનું શુદ્ધાત્મસ્વરૂપ ઉપાસ્ય છે, એમ સમજી અને નિર્ણય કરી અંતર્મુખ થઈને પોતાના સ્વસંવેદન જ્ઞાન વડે નિજ શુદ્ધાત્માની ઉપાસના કરવી તે પરમાત્મપદની પ્રાપ્તિનો ઉપાય છે.
‘સિદ્ધ સમાન સદા પદ મેરો’ — સિદ્ધના જેવું જ પરિપૂર્ણ મારું સ્વરૂપ શક્તિરૂપે છે. પરમાત્મપદ બહારમાં નથી. તે તો મારામાં જ છે, એવી નિરંતર ભાવનાના બળથી આત્મા પરમાત્મા બની શકે છે. તેવી તેની શક્તિ છે. જે આ શક્તિનું શ્રદ્ધા – જ્ઞાન કરે છે તે જ પોતાના શુદ્ધાત્મામાં રમણતા કરી પરમાત્મપદને પ્રાપ્ત કરે છે.
આ જ આરાધ્ય – આરાધક ભાવની વ્યવસ્થાનું સ્વરૂપ છે. ૩૧.
તે જ બતાવીને કહે છેઃ —
અન્વયાર્થ : (मां) મને – મારા આત્માને (विषयेभ्यः) પંચેન્દ્રિયના વિષયોથી (प्रच्याव्य) હઠાવીને (मया एव) મારા જ વડે – પોતાના જ આત્મા વડે (अहं) હું (मयि स्थितं) મારામાં સ્થિત (परमानंतनिर्वृत्तम्) પરમ આનંદથી નિર્વૃત્ત (રચાયેલા) (बोधात्मानं) જ્ઞાનસ્વરૂપ આત્માને (प्रपन्नोऽस्मि) પ્રાપ્ત થયો છું.
ટીકા : હું મને એટલે મારા આત્માને પ્રાપ્ત થયો છું. શું કરીને? (મારા આત્માને) છોડાવીને – પાછો વાળીને, શાનાથી? વિષયોથી. શા વડે કરીને? મારા જ વડે એટલે કરણ