आत्मस्वरूप एव स्थितम् । कथम्भूतं मां ? बोधात्मानं ज्ञानस्वरूपम् । पुनरपि कथम्भूतम् ? परमानन्दनिर्वृतं परमश्चासावानन्दश्च सुखं तेन निर्वृतं सुखीभूतम् अथवा परमानन्दनिर्वृतोऽहम् ।।३२।।
एवमात्मानं शरीराद्भिन्नं यो न जानाति तं प्रत्याह – (સાધન)રૂપ આત્મસ્વરૂપ વડે જ; ક્યાં રહેલા એવા મને હું પ્રાપ્ત થયો છું? મારામાં રહેલાને અર્થાત્ આત્મસ્વરૂમાં જ રહેલાને. કેવા મને? બોધાત્માને એટલે જ્ઞાનસ્વરૂપને. વળી કેવા મને? પરમ આનંદથી નિર્વૃત્ત (રચાયેલા)ને – પરમ આનંદ એટલે સુખ, તેનાથી નિર્વૃત્ત (રચાયેલા) – સુખ થયેલાને (એવા મને એટલે આત્માને પ્રાપ્ત થયો છું); અથવા, હું પરમ આનંદથી નિર્વૃત્ત (પરિપૂર્ણ) છું.
ભાવાર્થ : બાહ્ય ઇન્દ્રિયોના વિષયોથી મારા આત્માને છોડાવીને મારામાં રહેલા પરમ આનંદથી પરિપૂર્ણ જ્ઞાનસ્વરૂપ આત્માને, હું મારા જ પુરુષાર્થથી પામ્યો છું.
આ શ્લોકમાં ‘मया एव’ અને ‘मयि स्थितं’ – એ શબ્દો બહુ અર્થસૂચક છે તે બતાવે છે કે પરમાત્મપદ મારામાં – આત્મામાં છે, બીજે બહાર કોઈ ઠેકાણે નથી અને તે પદ હું આત્મ સન્મુખ થઈને પુરુષાર્થ કરું તો જ પ્રાપ્ત થાય, બીજા કોઈ બાહ્ય સાધનથી કે કોઈની કૃપાથી તે પ્રાપ્ત થાય નહિ. પરમાત્મપદની પ્રાપ્તિ માટે તે સ્વાવલંબનનું ગ્રહણ અને પરાવલંબનનો ત્યાગ સૂચવે છે.
વળી આચાર્યે દર્શાવ્યું છે કે આત્મસ્વરૂપની પ્રાપ્તિ મેં મારા આત્મબળ વડે જ કરી છે. એમ પોતાનો આત્મવૈભવ બતાવી મુમુક્ષુ જીવોને પ્રેરણા કરી છે કે, ‘તમે પણ સ્વતઃ એટલે પોતાના આત્મસામર્થ્યથી જ પરમ પદની પ્રાપ્તિ કરો.’
આત્મા અને પરપદાર્થોને (ઇન્દ્રિયોના વિષયોને) ભિન્ન કરવામાં અને આત્માને ગ્રહણ કરવામાં કરણ (સાધન) જુદાં નથી; પ્રજ્ઞે એક જ કરણ છે, તે વડે જ આત્માને ભિન્ન કરાય છે અને તે વડે જ તેને ગ્રહણ કરાય છે.૧
અહીં સાધ્ય સાધન એક જ છે ‘ભિન્ન ભિન્ન નથી’ — એમ બતાવ્યું છે. ૩૨.
એવી રીતે આત્માને શરીરથી ભિન્ન જે જાણતો નથી તેના પ્રતિ કહે છેઃ — ૧. જુઓઃ શ્રી સમયસાર ગુ. આવૃત્તિ – ગાથા ૨૯૪, ૨૯૬ –
.... ...... ......
‘પ્રજ્ઞાથી જેમ જુદો કર્યો, ત્યમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે.’ (૨૯૬)