૬૪સમાધિતંત્ર
टीका — यः प्रतिपन्नाद्देहात्परं भिन्नमात्मानमेवमुक्तप्रकारेण न वेत्ति । किं विशिष्टम् ? अव्ययं अपरित्यक्तानन्तचतुष्टयस्वरूपम् । स प्रतिपन्नान निर्वाणं लभते । किं कृत्वा ? तप्त्वाऽपि । किं तत् ? परमं तपः । ।।३३।।
અન્વયાર્થ : (एवं) ઉક્ત પ્રકારે (यः) જે (अव्ययं) અવિનાશી (आत्मानं) આત્માને (देहात्) શરીરથી (परं न वेत्ति) ભિન્ન જાણતા નથી (सः) તે (परमं तपः तप्त्वापि) ઘોર તપશ્ચરણ કરવા છતાં (निर्वाणं) મોક્ષ (न लभते) પ્રાપ્ત કરતો નથી.
ટીકા : જે પ્રાપ્ત થયેલા દેહથી આત્માને, એ રીતે – ઉક્ત પ્રકારે ભિન્ન જાણતો નથી, કેવા આત્માને? અવ્યય અર્થાત્ જેણે અનંતચતુષ્ટય સ્વરૂપનો ત્યાગ કર્યો નથી તેવા (આત્માને), તે પ્રાપ્ત થયેલા દેહથી નિર્વાણ પામતો નથી. શું કરીને? તપ્યા છતાં, શું તપીને? પરમ તપને.
ભાવાર્થ : જે જીવ અવિનાશી આત્માને દેહથી ભિન્ન જાણતો નથી – અનુભવતો નથી, તે ઘોર તપ કરે તો પણ સમ્યક્ત્વ કે નિર્વાણને પામતો નથી.
આત્મા અવિનાશી ચૈતન્યસ્વરૂપ જ્ઞાનાનંદમય છે અને શરીર ઇન્દ્રિયાદિ અચેતન – જડ છે. બન્નેનાં લક્ષણ ભિન્ન ભિન્ન છે, તેથી તેઓ એકબીજાથી ભિન્ન છે. આમ જે જીવ જાણતો નથી તે અજ્ઞાની છે, સ્વ – પરના ભેદ – વિજ્ઞાનથી રહિત છે. શરીરાદિની જડ ક્રિયાને જીવ કરી શકે છે એમ માની તે રાગ – દ્વેષ કરે છે અને તેથી ઘોર તપ કરવા છતાં તે ધર્મ પામતો નથી.
જ્ઞાનસ્વરૂપ આત્માના ભાન વિના જીવ ભલે વ્રત – તપ – નિયમ – શીલાદિ આચરે તો પણ તે કર્મબંધનથી છૂટશે નહિ – નિર્વાણ પામશે નહિ.૧ ૧. પરમાર્થમાં અણસ્થિત જે તપને કરે, વ્રતને ધરે,
વ્રતનિયમને ધારે ભલે, તપશીલને પણ આચરે,
પરમાર્થથી જે બાહ્ય, તે નિર્વાણપ્રાપ્તિ નહિ કરે. (૧૫૩) (શ્રી સમયસાર ગુ. આવૃત્તિ)