ननु परमतपोऽनुष्ठायिनां महादुःखोत्पत्तितो मनः खेदसद्भावात्कथं निर्वाणप्राप्तिरिति वदन्तं प्रत्याह –
टीका — आत्मा च देहश्च तयोरन्तरज्ञानं भेदज्ञानं तेन जनितश्चासावाह्लादश्च परमप्रसत्तिस्तेन निर्वृतः सुखीभूतः सन् । तपसा द्वादशविधेन कृत्वा । दुष्कृतं घोरं भुञ्जानोऽपि दुष्कर्मणो रौद्रस्य विपाकमनुभवन्नपि । न खिद्यते न खेदं गच्छति ।।३४।।
આત્મભાન વિના અજ્ઞાની જે તપાદિ કરે છે તે બધો કાય – ક્લેશ છે. તેનાથી ચૈતન્યની શાંતિનું વેદન નથી. તે ખરેખર તપ નથી પણ ‘તાપ’ છે – ક્લેશ છે. તેનાથી મુક્તિની પ્રાપ્તિ કદી થતી નથી, પરંતુ જેનાથી ચૈતન્યનું પ્રતપન હોય, ચૈતન્યના આનંદનો અનુભવ હોય તે જ ખરું તપ છે. તેનાથી જ નિર્વાણની પ્રાપ્તિ થાય છે.
માટે પ્રથમ ભેદ – જ્ઞાન દ્વારા સ્વાત્માનું જ અવલંબન કરી તેમાં જ લીનતા કરવી તે જ એક નિર્વાણ – પ્રાપ્તિનો ઉપાય છે. બીજા બધા ઉપાય જૂઠા છે, દુઃખદાયક છે અને સંસારનું કારણ છે. ૩૩.
પરમ તપ કરનારાઓને મહાદુઃખની ઉત્પત્તિ થવાથી તથા મનમાં ખેદ થવાથી નિર્વાણની પ્રાપ્તિ કેમ સંભવે? એવી શંકા કરનાર પ્રતિ કહે છેઃ —
અન્વયાર્થ : (आत्मदेहान्तरज्ञानजनिताह्लादनिर्वृत्तः) આત્મા અને દેહના ભેદ – વિજ્ઞાનથી ઉત્પન્ન થયેલા આહ્લાદથી જે આનંદિત છે તે (तपसा) તપદ્વારા (घोरं दुष्कृतं) ભયાનક દુષ્કર્મો (भुंजानः अपि) ભોગવતો હોવા છતાં (न खिद्यते) ખેદ પામતો નથી.
ટીકા : આત્મા અને દેહ – તે બંનેના અંતરજ્ઞાન – ભેદજ્ઞાનથી જે આહ્લાદ અર્થાત્ પરમ પ્રસન્નતા (પ્રશાન્તિ) ઉત્પન્ન થાય છે તેનાથી આનંદિત એટલે સુખી થઈને, બાર પ્રકારના તપે કરી ઘોર દુષ્કર્મને ભોગવતો છતાં અર્થાત્ ભયાનક દુષ્કર્મના વિપાકને (ફલને) અનુભવતો હોવા છતાં, તે ખિન્ન થતો નથી – ખેદ પામતો નથી.