૬૬સમાધિતંત્ર
ભાવાર્થ : જેને આત્મા અને શરીરનું ભેદજ્ઞાન વર્તે છે, તે ચૈતન્યસ્વરૂપમાં એકાગ્ર થઈ અતીન્દ્રિય આનંદમાં ઝૂલતો હોવાથી તેને સહેજે ઉપવાસાદિ બાર પ્રકારનાં તપ હોય છે. તેનાથી તેને મનમાં ખેદ થતો નથી અને તપશ્ચરણના કાળે ઘોર દુષ્કર્મના ફલસ્વરૂપ બાહ્ય રોગાદિ કે ઉપસર્ગાદિનાં કારણો ઉપસ્થિત હોવા છતાં, તેના આનંદમાં બાધા આવતી નથી, અર્થાત્ તે ખેદખિન્ન થતો નથી.
જેમ સુવર્ણ, અગ્નિથી તપ્ત હોવા છતાં, તેના સુવર્ણપણાને છોડતું નથી, તેમ જ્ઞાની કર્મના ઉદયથી તપ્ત હોવા છતાં પોતાના જ્ઞાનીપણાને છોડતો નથી.૧
સાધકની નીચલી દશામાં સમ્યગ્દ્રષ્ટિને રોગ, ઉપસર્ગાદિ આવી પડે તો અસ્થિરતાના કારણે તેને થોડી આકુલતા થાય છે અને તેના પ્રતિકારની પણ તે ઇચ્છા કરે છે, પરંતુ શ્રદ્ધા – જ્ઞાનમાં શરીર પ્રત્યેના મમત્વભાવનો અભાવ હોઈ તેને તેનું સ્વામીત્વ હોતું નથી. તે તો ફક્ત તેનો જ્ઞાતા – દ્રષ્ટા રહે છે; તેથી સ્વભાવદ્રષ્ટિના બળે તે જેમ જેમ આત્મસ્વરૂપમાં સ્થિરતા પામે છે, તેમ તેમ તેને વીતરાગતા વધતી જાય છે અને રાગ – દ્વેષાદિનો અભાવ થતો જાય છે; એટલે જેટલે અંશે વીતરાગતા પ્રગટે છે તેટલે અંશે આકુલતાનો અભાવ થાય છે એમ સમજવું.
સ્વરૂપમાં ઠરવું અને ચૈતન્યનું નિર્વિકલ્પપણે પ્રતપવું અર્થાત્ આત્માની શુદ્ધ પર્યાયમાં વીર્યનું ઉગ્ર પ્રતપન તે તપે છે.૨ આવી સમજણ અને સ્વરૂપાચરણના કારણે જ્ઞાની ઉદયમાં આવેલા પ્રતિકૂળ સંયોગોથી ખેદખિન્ન થતો નથી.
મુનિ મન – વચન – કાયની નિશ્ચલ ગુપ્તિદ્વારા આત્મ – ધ્યાનમાં એટલા લીન થઈ જાય છે કે તેમની સ્થિર મુદ્રા દેખી, પશુઓ તેમના શરીરને પથ્થર સમજી ખૂજલી ખંજવાળે છે, છતાં તેઓ પોતાના ધ્યાનમાં નિશ્ચલ રહે છે.૩
માટે અતીન્દ્રિય આનંદમાં ઝૂલતા જ્ઞાનીઓને તપશ્ચર્યાદિનું કષ્ટ લાગતું નથી. ૩૪. ૧. જ્યમ અગ્નિતપ્ત સુવર્ણ પણ નિજ સ્વર્ણભાવ નહીં તજે,
૨. ‘સહજ નિશ્ચયનયાત્મક પરમસ્વભાવસ્વરૂપ પરમાત્મામાં પ્રતપન તે તપ છે; નિજ સ્વરૂપમાં અવિચલ
૩. ‘સમ્યક્પ્રકાર નિરોધ મન – વચ – કાય – આતમ ધ્યાવતે,
//
/