खेदं गच्छतामात्मस्वरूपोपलम्भाभावं दर्शयन्नाह —
टीका — रागद्वेषादय एव कल्लोलास्तैरलोलमचञ्जलमकलुषं वा । यन्मनोजलं मन एव जलं मनोजलं यस्य मनोजलम् यन्मनोजलम् । स आत्मा । पश्यति । आत्मनस्तत्त्वमात्मनः स्वरूपम् । स तत्त्वम् । स आत्मदर्शी तत्त्वं परमात्मस्वरूपम् । नेतरो जनः (रागादिपरिणतः जनः) तत्त्वं न भवति ।।३५।।
ખેદ પામનારાઓને આત્મસ્વરૂપની પ્રાપ્તિનો અભાવ દર્શાવતાં કહે છે કેઃ —
અન્વયાર્થ : (यन्मनोजलम्) જેનું મનરૂપી જલ (रागद्वेषादिकल्लोलैः) રાગ – દ્વેષાદિ તરંગોથી (अलोलं) ચંચલ થતું નથી, (सः) તે (आत्मनः तत्त्वं) આત્માના યથાર્થ સ્વરૂપને (पश्यति) દેખે છે – અનુભવે છે. (तत् तत्त्वं) તે આત્મ – તત્ત્વને (इतरः जनः) બીજો માણસ – રાગ – દ્વેષાદિથી આકુલિત ચિત્તવાળો માણસ (न पश्यति) દેખી શકતો નથી.
ટીકા : રાગદ્વેષાદિ જે કલ્લોલો (તરંગો) છે, તેનાથી અલોલ – અચંચલ – અકલુષ જેનું મનરૂપી જલ છે [ – મન એ જ જલ તે મનોજલ, – જેનું મનોજલ છે – ] તે આત્મા, આત્માના તત્ત્વને એટલે પરમાત્મસ્વરૂપને દેખે છે (અનુભવે છે,) અર્થાત્ [તે તત્ત્વને] તે એટલે આત્મદર્શી તત્ત્વને એટલે પરમાત્મસ્વરૂપને (અનુભવે છે,) બીજો કોઈ જન અર્થાત્ રાગાદિપરિણત અન્ય [अनात्मदर्शी] જન તત્ત્વને અનુભવી શકતો નથી.
ભાવાર્થ : જેનું મન રાગદ્વેષાદિ વિકલ્પોથી આકુલિત – ચલિત થતું નથી તે આત્માના યથાર્થ સ્વરૂપને – પરમાત્મસ્વરૂપને અનુભવે છે; બીજો કોઈ રાગદ્વેષાદિથી આકુલિત – અનાત્મદર્શી જન તેને અનુભવી શકતો નથી.
જેમ તરંગોથી ઊછળતા પાણીમાં અંદર રહેલી વસ્તુ દેખાતી નથી, તેમ રાગ – દ્વેષાદિરૂપ તરંગોથી – વિકલ્પોથી ચંચલ બનેલા મનરૂપી જલમાં અર્થાત્ જ્ઞાનજલમાં આત્મ – તત્ત્વ દેખાતું નથી. નિર્વિકલ્પ દશામાં જ આત્મ – દર્શન થાય છે; સવિક્લ્પ દશામાં આત્માનુભવ થતો નથી.