૭૦સમાધિતંત્ર
कुतः पुनर्मनसो विक्षेपो भवति कुतश्चाविक्षेप इत्याह —
टीका — शरीरादौ शुचिस्थिरात्मीयादिज्ञानान्यविद्यास्तासामभ्यासः पुनः पुनः प्रवृत्तिस्तेन जनिताः संस्कारा वासनास्तैः कृत्वा । अवशं विषयेन्द्रियाधीनमनात्मायत्तमित्यर्थः । क्षिप्यते विक्षिप्तं भवति मनः । तदेव मनः ज्ञानसंस्कारैरात्मनः शरीरादिभ्यो भेदज्ञानाभ्यासैः । स्वतः स्वयमेव । तत्त्वे आत्मस्वरूपे अवतिष्ठते ।।३७।।
વળી કયા કારણથી મનનો વિક્ષેપ થાય છે અને કયા કારણે તેનો અવિક્ષેપ થાય છે તે કહે છેઃ —
અન્વયાર્થ : (अविद्याभ्याससंस्कारैः) અવિદ્યાના અભ્યાસથી ઉત્પન્ન થયેલા સંસ્કારો (मनः) મન (अवशं) અવશપણે – સ્વાધીન નહિ રહેવાથી (क्षिप्यते) વિક્ષિપ્ત થાય છે. (तत् एव) તે જ મન (ज्ञानसंस्कारैः) ભેદજ્ઞાનના સંસ્કારો દ્વારા (स्वतः) સ્વતઃ (तत्त्वे) આત્મસ્વરૂપમાં (अवतिष्ठते) સ્થિર થાય છે.
ટીકા : શરીર વગેરેને પવિત્ર, સ્થિર અને આત્મીય (પોતાનું) આદિ માનવારૂપ જે અવિદ્યા (અજ્ઞાન) તેનો અભ્યાસ અર્થાત્ તેની વારંવાર પ્રવૃત્તિ તેનાથી ઉત્પન્ન થયેલા સંસ્કારો એટલે વાસનાઓ – તે વડે કરીને અવશ – અર્થાત્ વિષયો અને ઇન્દ્રિયોને આધીન એટલે આત્માને આધીન તે મન વિક્ષેપ પામે છે; એટલે વિક્ષિપ્ત થાય છે. તે જ મન, જ્ઞાનસંસ્કારો વડે અર્થાત્ આત્માને શરીરાદિથી ભિન્ન જાણવારૂપ અભ્યાસ વડે, સ્વતઃ એટલે સ્વયં જ તત્ત્વમાં અર્થાત્ આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે.
ભાવાર્થ : શરીરાદિ પર પદાર્થોમાં આત્મબુદ્ધિ કરવી તે અજ્ઞાન છે – અવિદ્યા છે. તેના પુનઃ પુનઃ પ્રવૃત્તિરૂપ અભ્યાસથી ઉત્પન્ન થયેલા સંસ્કારોથી મન પરવશ થઈને – પરાધીન થઈને રાગી – દ્વેષી બની જાય છે – વિક્ષિપ્ત થાય છે. આ જ મન ભેદ – જ્ઞાનના સંસ્કારોથી સ્વતઃ એટલે પોતાની મેળે આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે.