૭૨સમાધિતંત્ર
चित्तस्य विक्षेपेऽविक्षेपे च फलं दर्शयन्नाह —
टीका — अपमानो महत्त्वखंडनं अवज्ञा च स आदिर्येषां मदेर्ष्यामात्सर्यादिनां ते अपमानादयो भवन्ति । यस्य चेतसो विक्षेपो रागादिपरिणतिर्भवति । यस्य पुनश्चेतसो न क्षेपो विक्षेपो
‘‘આ ભેદવિજ્ઞાન અછિન્ન – ધારાથી – અર્થાત્ જેમાં વિચ્છેદ ન પડે એવા અખંડ પ્રવાહરૂપે – ત્યાં સુધી ભાવવું, કે જ્યાં સુધી પરભાવોથી છૂટી જ્ઞાન જ્ઞાનમાં જ (પોતાના સ્વરૂપમાં જ) ઠરી જાય.’’
અહીં જ્ઞાનનું જ્ઞાનમાં ઠરવું બે પ્રકારે જાણવું. એક તો, મિથ્યાત્વનો અભાવ થઈ સમ્યગ્જ્ઞાન થાય અને ફરી મિથ્યાત્વ ન આવે, ત્યારે જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું કહેવાય; બીજું જ્યારે જ્ઞાન શુદ્ધોપયોગરૂપે સ્થિર થઈ જાય અને ફરી અન્ય વિકારરૂપે ન પરિણમે ત્યારે તે જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય. જ્યાં સુધી બન્ને પ્રકારે જ્ઞાન જ્ઞાનમાં ન ઠરી જાય ત્યાં સુધી ભેદવિજ્ઞાન ભાવ્યા કરવું.’’૧
આ શ્લોકમાં ‘स्वतः’ શબ્દ એ સૂચવે છે કે જીવ સ્વયં પોતાના સમ્યક્ પુરુષાર્થથી પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે, બીજા કોઈ કારણે નહિ. ૩૭.
મનના વિક્ષેપનું અને અવિક્ષેપનું ફલ બતાવી કહે છેઃ —
અન્વયાર્થ : (यस्य चेतसः) જેના મનમાં (विक्षेपः) વિક્ષેપ – રાગાદિ પરિણામ થાય છે, (तस्य) તેને (अपमानादयः) અપમાનાદિક હોય છે, પણ (यस्य चेतसः) જેના મનમાં (क्षेपः न) ક્ષેપ – રાગાદિરૂપ પરિણામ થતાં નથી (तस्य) તેને (अपमानादयः न) અપમાન – તિરસ્કારાદિ હોતાં નથી.
ટીકા : જેનું મન વિક્ષેપ પામે છે અર્થાત્ રાગાદિરૂપે પરિણમે છે, તેને અપમાનાદિ – અર્થાત્ અપમાન એટલે પોતાના મહત્ત્વનું ખંડન – અવજ્ઞા, મદ, ઇર્ષ્યા, માત્સર્ય, વગેરે થાય ૧. જુઓઃ શ્રી સમયસાર કલશ – ૧૩૦. ગુ. આવૃત્તિમાં ભાવાર્થ