नास्ति । तस्य नापमानादयो भवन्ति ।।३८।।
अपमानादिनां चापगम उपायमाह — છે, પરંતુ જેના મનમાં વિક્ષેપ થતો નથી, તેને અપમાનાદિ થતાં નથી.
ભાવાર્થ : જેનું મન રાગ – દ્વેષાદિ વિકારોથી વિક્ષિપ્ત થાય છે, તેને જ માન – અપમાનાદિની લાગણી થાય છે, પરંતુ જેનું મન રાગદ્વેષરૂપે પરિણમતું નથી તેને અપમાનાદિની લાગણી ઉદ્ભવતી નથી. તે માન – અપમાનમાં સમભાવે વર્તે છે.
મોહ – રાગ – દ્વેષાદિ વિભાવોમાં વર્તતો જીવ જ માન – અપમાનની કલ્પનાથી દુઃખી થાય છે, પરંતુ જેનું ચિત્ત રાગ – દ્વેષ – મોહાદિ વિભાવોથી રહિત થઈ પોતાના જ્ઞાનસ્વરૂપમાં સ્થિર થાય છે તેને માન – અપમાનની કલ્પનાઓ ઉત્પન્ન થતી નથી, કારણ કે જ્ઞાનાનંદમાં લીન થતાં કોણ બહુમાન કરે છે કોણ અપમાન કરે છે – એવો વિકલ્પ જ ઊઠતો નથી. તે જ્ઞાતા – દ્રષ્ટાપણે રહે છે.
જ્ઞાનીને શત્રુ – મિત્ર પ્રત્યે, માન – અપમાનના પ્રસંગે, જીવન કે મરણના વિષયમાં અને સંસાર કે મોક્ષમાં સમભાવ – સમદર્શિતા વર્તે છે.૧
‘‘જ્ઞાનભાવના છોડીને અજ્ઞાનથી જે જીવ પર સંયોગમાં માન – અપમાનની બુદ્ધિ કરે છે તે અજ્ઞાની છે. જેને જ્ઞાનસ્વભાવની ભાવના નથી એવા અજ્ઞાનીને જ બાહ્યદ્રષ્ટિથી એકાંત માનઅપમાનરૂપ પરિણમન થાય છે. જ્ઞાનસ્વભાવની ભાવનામાં જ્ઞાનીને જ્ઞાનનું જ પરિણમન થાય છે, માન – અપમાનરૂપ પરિણમન થતું નથી; જરાક રાગ – દ્વેષની વૃત્તિ થાય, ત્યાં તે વૃત્તિને પણ જ્ઞાનથી ભિન્નરૂપ જ જાણે છે ને જ્ઞાનસ્વભાવની જ ભાવના વડે જ્ઞાનની અધિકતારૂપે જ પરિણમે છે.’’૨ ૩૮.
અપમાનાદિને દૂર કરવાનો ઉપાયઃ — ૧. ‘‘શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા,
ભવ – મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો......અપૂર્વ૦’’......૧૦
૨. જુઓ – ‘આત્મધર્મ’.