૭૪સમાધિતંત્ર
टीका — मोहान्मोहनीयकर्मोदयात् । यदा प्रजायेते उत्पद्येते । कौ ? रागद्वेषौ । कस्य ? तपस्विनः । तदैव रागद्वेषोदयकाल एव । आत्मानं स्वस्थं बाह्यविषयाद्व्यावृत्तस्वरूपस्थं भावयेत् । शाम्यत उपशमं गच्छतः । रागद्वेषौ । क्षणात् क्षणमात्रेण ।।३९।।
અન્વયાર્થ : (यदा) જે સમયે (तपस्विनः) તપસ્વી અન્તરાત્માને (मोहात्) મોહવશાત્ (रागद्वेषौ) રાગ અને દ્વેષ (प्रजायेते) ઉત્પન્ન થાય (तदा एव) તે જ સમયે તે તપસ્વીએ (स्वस्थं आत्मानं) શુદ્ધસ્વરૂપની (भावयेत्) ભાવના કરવી. એમ કરવાથી રાગ – દ્વેષાદિ (क्षणात्) ક્ષણવારમાં (शाम्यतः) શાન્ત થઈ જાય છે.
ટીકા : મોહથી એટલે મોહનીય કર્મના ઉદય નિમિત્તે, જ્યારે પેદા થાય – ઉત્પન્ન થાય, કોણ (બે)? રાગ અને દ્વેષ. કોને (ઉત્પન્ન થાય)? તપસ્વીને, ત્યારે જ અર્થાત્ રાગ – દ્વેષના ઉદયકાલે જ સ્વસ્થ આત્માની – અર્થાત્ બાહ્ય વિષયોથી વ્યાવૃત્ત થઈ (પાછો હઠી) સ્વરૂપમાં સ્થિત થયેલા આત્માની – ભાવના કરવી. તેમ કરવાથી રાગ – દ્વેષ ક્ષણમાં – ક્ષણમાત્રમાં ઉપશમે છે એટલે શાંત થઈ જાય છે.
ભાવાર્થ : અસ્થિરતાના કારણે મોહવશ જ્યારે અંતરાત્માને રાગ – દ્વેષાદિ ઉત્પન્ન થાય ત્યારે ચિત્તને પર પદાર્થોથી હઠાવી સ્વસન્મુખ વાળી શુદ્ધાત્માને ભાવવો. તેમ કરવાથી ક્ષણવારમાં રાગ – દ્વેષાદિ શાન્ત થઈ જાય છે.
ભેદવિજ્ઞાન દ્વારા આત્મા અને શરીરાદિને ભિન્ન ભિન્ન જાણીને શુદ્ધાત્માની ભાવના કરવી તે જ રાગ – દ્વેષાદિ વિકારોને નાશ કરવાનો ઉપાય છે.
સમ્યગ્દ્રષ્ટિ જીવને ભૂમિકાનુસાર રાગ – દ્વેષ થાય છે. પણ તેને તે વખતે અંતરમાં આત્માનું ભેદજ્ઞાન છે. તે બાહ્ય નિમિત્તો અને વિકારને પોતાના આત્મસ્વરૂપથી ભિન્ન માને છે. તે માટે તેને આદર નથી. અવશપણે – અસ્થિરતાને લીધે જે રાગ – દ્વેષ થાય છે તેને તે