तत्र रागद्वेषयोर्विषयं विपक्षं च दर्शयन्नाह —
टीका — यत्रात्मीये परकीये वा काये । शरीरे इन्द्रियविषयसङ्घाते । मुनेः प्रेम स्नेहः । ततः कायात्प्रच्याव्य व्यावर्त्य । देहिनं आत्मानम् । कया ? बुद्धया विवेकज्ञानेन । पश्चात्तदुत्तमे काये तस्माद् प्रागुक्तकायादुत्तमे चिदानन्दमये । काये आत्मस्वरूपे । योजयेत् । कया कृत्वा ? बुद्धया પોતાનું સ્વરૂપ માનતો નથી. તેને તો પોતાના સ્વરૂપ તરફ જ દ્રષ્ટિ છે. તે અસ્થિરતાના રાગ – દ્વેષને ટાળવા માટે ચૈતન્યસ્વભાવની જ ભાવના ભાવે છે.
માટે આચાર્ય સમ્યગ્દ્રષ્ટિઓને ઉદ્દેશી કહે છે કે – જ્યારે ચારિત્રની નબળાઈથી રાગ – દ્વેષાદિ વિકારી વૃત્તિઓનું ઉત્થાન થાય, ત્યારે આત્મસ્વરૂપની ભાવના કરવી. તેનાથી વૃત્તિઓ શાન્ત થઈ જશે. રાગ – દ્વેષાદિના શમન માટે શુદ્ધાત્માની ભાવના – એ એક રામબાણ ઉપાય છે. ૩૯.
હવે રાગ – દ્વેષના વિષયને તથા વિપક્ષને દર્શાવતાં કહે છેઃ —
અન્વયાર્થ : (यत्र काये) શરીરમાં (मुनेः) મુનિને – અન્તરાત્માને (प्रेम) પ્રેમ હોય (ततः) તેનાથી એટલે શરીરાદિથી (बुद्धया) ભેદ – વિજ્ઞાન દ્વારા (देहिनम्) આત્માને (प्रच्याव्य) વ્યાવૃત્ત કરીને – પાછો હઠાવીને (तदुत्तमे काये) તેનાથી ઉત્તમ ચિદાનંદ કાયમાં – આત્મસ્વરૂપમાં (योजयेत्) લગાવવો. એમ કરવાથી (प्रेम नश्यति) બાહ્ય શરીર અને ઇન્દ્રિય – વિષયો તરફનો પ્રેમ (રાગનો વિકલ્પ) નાશ પામે છે.
ટીકા : જ્યાં પોતાની વા પારકી કાયમાં એટલે શરીરમાં – અર્થાત્ ઇન્દ્રિય – વિષયના સમૂહમાં મુનિનો પ્રેમ – સ્નેહ હોય, ત્યાંથી એટલે શરીરથી દેહીને એટલે આત્માને વ્યાવૃત્ત કરીને – પાછો વાળીને, – શા વડે? બુદ્ધિ વડે – વિવેકજ્ઞાન વડે, પછી ઉત્તમ કાયમાં – અર્થાત્ અગાઉ કહેલી કાય કરતાં ઉત્તમ કાયમાં – ચિદાનન્દમય કાયમાં એટલે આત્મ – સ્વરૂપમાં તેને (પ્રેમને) જોડવો. શા વડે કરીને? બુદ્ધિ વડે – અન્તદ્રષ્ટિવડે. પછી શું થાય છે? પ્રેમ નાશ પામે છે એટલે શરીર પ્રત્યેનો પ્રેમ રહેતો નથી.