૭૬સમાધિતંત્ર अन्तर्दृष्टया । ततः किं भवति ? प्रेम नश्यति कायस्नेहो न भवति ।।४०।।
तस्मिन्नष्टे किं भवतीत्याह —
ભાવાર્થ : અન્તરાત્માને ચારિત્ર મોહવશ બાહ્ય શરીરાદિ તથા ઇન્દ્રિયોના વિષયોમાં રાગ થાય તો ભેદવિજ્ઞાન દ્વારા ઉપયોગને ત્યાંથી હઠાવી શુદ્ધાત્મસ્વરૂપમાં જોડવો. તેમ કરવાથી શરીરાદિ પ્રત્યેનો પ્રેમ નાશ પામે છે.
જેનો ઉપયોગ ચૈતન્યના આનંદમાં લાગે છે તેને જગતના બધાય પદાર્થો નીરસ લાગે છે, શરીરાદિ બાહ્ય પદાર્થો પ્રત્યેનો ઉત્સાહ ઉડી જાય છે અને તે તરફ તે ઉદાસીન રહે છે.
‘‘ચૈતન્યસ્વરૂપમાં ઉપયોગને જોડવો તે જ રાગ – દ્વેષને ટાળવાનો ઉપાય છે. આ સિવાય બાહ્ય પદાર્થો તરફ વલણ રાખીને રાગ – દ્વેષ ટાળવા માગે તો તે કદી ટળી શકે નહિ. પહેલાં તો દેહાદિથી ભિન્ન ને રાગાદિથી પણ પરમાર્થે ભિન્ન – એવા ચિદાનંદસ્વરૂપનું ભાન કર્યું હોય તેને જ તેમાં ઉપયોગની લીનતા થાય, પરંતુ જે જીવ દેહાદિની ક્રિયાને પોતાની માનતો હોય કે રાગથી લાભ માનતો હોય, તેનો ઉપયોગ તે દેહથી ને રાગથી પાછો ખસીને ચૈતન્યમાં વળે જ ક્યાંથી? જ્યાં લાભ માને ત્યાંથી પોતાના ઉપયોગને કેમ ખસેડે? ન જ ખસેડે.
માટે ઉપયોગને પોતાના ચિદાનંદસ્વરૂપમાં એકાગ્ર કરવા ઇચ્છનારે પ્રથમ તો પોતાના સ્વરૂપને દેહાદિથી ને રાગાદિથી અત્યંત ભિન્ન જાણવું જોઈએ. જગતના કોઈ પણ બાહ્ય વિષયોમાં કે તે તરફના રાગમાં ક્યાંય સ્વપ્નેય મારું સુખ કે શાન્તિ નથી, અનંતકાલ બહારના ભાવો કર્યા પણ મને કિંચિત્ સુખ ન મળ્યું. જગતમાં ક્યાંય મારું સુખ હોય તો તે મારા નિજ સ્વરૂપમાં જ છે, બીજે ક્યાંય નથી. માટે હવે હું બહારનો ઉપયોગ છોડીને મારા સ્વરૂપમાં જ ઉપયોગને જોડું છું. આવા દ્રઢ નિર્ણયપૂર્વક, ધર્મી જીવ વારંવાર પોતાના ઉપયોગને અંતર સ્વરૂપમાં જોડે છે.
‘‘ચૈતન્ય – સ્વભાવની મહત્તા અને બાહ્ય ઇન્દ્રિય – વિષયોની તુચ્છતા જાણીને પોતાના ઉપયોગને વારંવાર ચૈતન્ય – ભાવનામાં જોડવાથી પર પ્રત્યેનો પ્રેમ નાશ પામે છે ને વીતરાગી આનંદનો અનુભવ થાય છે........’’૧ ૪૦.
તે (પ્રેમ) નાશ પામતાં શું થાય છે તે કહે છેઃ — ૧. આત્મધર્મ.