टीका — आत्मविभ्रमजं आत्मनो विभ्रमोऽनात्मशरीरादावात्मेति ज्ञानं । तस्माज्जातं यत् दुःखं तत्प्रशाम्यति । कस्मात् ? आत्मज्ञानात् शरीरादिभ्यो भेदेनात्मस्वरूपवेदनात् । ननु दुर्धरतपोऽनुष्ठानान्मुक्तिसिद्धेरतस्तद्दुःखोपशमो न भविष्यतीति वदन्तं प्रत्याह – नेत्यादि । तत्र आत्मस्वरूपे अयताः अयत्नपराः । न निर्वान्ति न निर्वाणं गच्छंति सुखिनो वा न भवन्ति । किं कृत्वापि तप्त्वाऽपि । किं तत् । परमं तपः दुर्द्धरानुष्ठानम् ।।४१।।
અન્વયાર્થ : (आत्मविभ्रमजं) આત્માના વિભ્રમથી ઉત્પન્ન થયેલું (दुःख) દુઃખ (आत्मज्ञानात्) આત્મજ્ઞાનથી (प्रशाम्यति) શાન્ત થાય છે. (तत्र) તેમાં એટલે ભેદજ્ઞાન દ્વારા આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરવામાં (अयताः) જે પ્રયત્ન કરતા નથી તે (परमं) ઉત્કૃષ્ટ દુર્દ્ધર (तपः) તપ (कृत्वा अपि) કરવા છતાં (न निर्वान्ति) નિર્વાણને પ્રાપ્ત કરતા નથી.
ટીકા : આત્મવિભ્રમથી ઉત્પન્ન થયેલું – અર્થાત્ અનાત્મરૂપ શરીર વગેરેમાં આત્મબુદ્ધિ તે આત્મવિભ્રમ, તેનાથી ઉત્પન્ન થયેલું જે દુઃખ તે શાન્ત થાય છે. શાનાથી? આત્મજ્ઞાનથી – એટલે શરીરાદિથી ભેદ કરીને આત્મસ્વરૂપનું વેદન કરવાથી.
દુર્દ્ધર તપના અનુષ્ઠાન (આચરણ)થી તો મુક્તિની સિદ્ધિ થવાથી તે દુઃખનો ઉપશમ થશે નહિ – એવી આશંકા કરનારને કહે છે – ન ઇત્યાદિ.....તેમાં એટલે આત્મસ્વરૂપને વિષે યત્ન નહિ કરનારા નિર્વાણ પામતા નથી અર્થાત્ સુખી થતા નથી. શું કરીને પણ? – તપીને પણ. શું તપીને? પરમ તપ એટલે દુર્દ્ધર અનુષ્ઠાન. (અર્થાત્ દુર્દ્ધર તપ તપીને પણ તેઓ મોક્ષ પામતા નથી.)
ભાવાર્થ : આત્મભ્રાન્તિથી એટલે શરીરાદિમાં આત્મબુદ્ધિ કરવાથી જે દુઃખ ઉત્પન્ન થાય છે તે ભેદજ્ઞાનથી નાશ પામે છે. ભેદવિજ્ઞાન દ્વારા આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે જે પ્રયત્ન કરતા નથી, તે ઘોર તપ કરવા છતાં મોક્ષમાર્ગની કે નિર્વાણની પ્રાપ્તિ કરી શકતા નથી.
શરીરાદિ અને રાગાદિમાં આત્મબુદ્ધિ કરવી તે વિભ્રમ છે – આત્મભ્રાન્તિ છે. તે દુઃખનું