Samadhitantra (Gujarati).

< Previous Page   Next Page >


Page 65 of 170
PDF/HTML Page 94 of 199

 

૭૮સમાધિતંત્ર

तच्च कुर्वाणो बहिरात्मा अन्तरात्मा च किं करोतीत्याह કારણ છે. શરીરાદિથી ભિન્ન આત્મસ્વરૂપનો અનુભવ કરવાથીસ્વપરનું ભેદજ્ઞાન કરવાથી અર્થાત્ દેહાદિથી અને શુભભાવથી પણ ભિન્ન જ્ઞાનદર્શન સ્વરૂપ જ હું છું, બીજું કાંઈ મારું નથીએવા આત્મજ્ઞાનથી આ દુઃખરૂપ ભ્રાન્તિ દૂર થાય છે. આવા ભેદવિજ્ઞાનના પ્રયત્ન વગર ઘોર તપ કરે તો પણ જીવ સાચો ધર્મ પામતો નથી.

મુક્તિપ્રાપ્તિ માટે આત્મજ્ઞાનપૂર્વક કરેલું ઇચ્છાનિરોધરૂપ તપ જ કાર્યકારી છે. આત્મજ્ઞાનથી શૂન્ય તપ તે તપ નથી. તે તો સંસારપરિભ્રમણનું જ કારણ છે. તેનાથી આત્મા કદી પણ સ્વરૂપમાં સ્થિર થઈ શકતો નથી અને કર્મબંધનથી છૂટી શકતો નથી. તેની દુઃખ પરંપરા ચાલુ જ રહે છે.

પં. શ્રી ટોડરમલ્લજીએ કહ્યું છે કેઃ

‘‘જિનમતમાં એવી પરિપાટી છે કે પહેલાં સમ્યક્ત્વ હોય પછી વ્રત હોય. હવે સમ્યક્ત્વ તો સ્વપરનું શ્રદ્ધાન થતાં થાય છે તથા તે શ્રદ્ધાન દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવાથી થાય છે; માટે પ્રથમ દ્રવ્યાનુયોગ અનુસાર શ્રદ્ધાન વડે સમ્યગ્દ્રષ્ટિ થાય અને ત્યારપછી ચરણાનુયોગ અનુસાર વ્રતાદિક ધારણ કરી વ્રતી થાય.......’’

મિથ્યાદ્રષ્ટિ જીવ આત્મજ્ઞાન વિના કરોડો જન્મ સુધી તપ કરીને જેટલાં કર્મોનો અભાવ કરે તેટલાં કર્મોનો નાશ, જ્ઞાની પોતાના મનવચનકાયનો નિરોધ કરી ક્ષણવારમાં સહજ કરી દે છે. આત્મજ્ઞાન વિના પંચ મહાવ્રત પાળીનેમુનિ થઈને તે નવમી ગ્રૈવેયક સુધી દેવલોકમાં અનંત વાર ગયો પણ જરાય સુખ ન પામ્યો.

અજ્ઞાની જીવની ક્રિયા સંસારને માટે સફળ છે ને મોક્ષને માટે નિષ્ફળ છે અને જ્ઞાનીની જે ધર્મક્રિયા છે તે સંસારને માટે નિષ્ફળ છે અને મોક્ષને માટે સફળ છે. ૪૧.

તે (તપશ્ચર્યા) કરનાર બહિરાત્મા અને અન્તરાત્મા શું કરે છે તે કહે છેઃ ૧. મોક્ષમાર્ગ પ્રકાશકગુ. આવૃત્તિ પૃ. ૨૯૭, ૨૯૮. ૨. પં. શ્રી દૌલતરામજી કૃત ‘છહઢાલા’//5 // /

કોટિ જન્મ તપ તપૈં, જ્ઞાન વિન કર્મ ઝરૈં જે,
જ્ઞાનીકે છિનમેં, ત્રિગુપ્તિતૈં સહજ ટરૈં તે;
મુનિવ્રત ધાર અનંતવાર ગ્રીવક ઉપજાયૌ,
પૈ નિજ આતમજ્ઞાન વિના, સુખ લેશ ન પાયૌ.......(૪
//5)
//
/

૩. જુઓ. શ્રી પ્રવચનસારગાથા ૧૧૬ની ટીકા.