Samadhitantra (Gujarati). Gatha: 43.

< Previous Page   Next Page >


Page 67 of 170
PDF/HTML Page 96 of 199

 

૮૦સમાધિતંત્ર

तत्त्वज्ञानीतरयोर्बन्धकत्वाबन्धकत्वे दर्शयन्नाह

परत्राहम्मतिः स्वस्माच्च्युतो बध्नात्यसंशयम्
स्वस्मिन्नहम्मतिच्युत्वा परस्मान्मुच्यते बुधः ।।४३।।

.......‘‘તે કર્મથી છૂટવાના નિમિત્તરૂપ, જ્ઞાનમાત્ર, ભૂતાર્થ (સત્યાર્થ) ધર્મને નથી શ્રદ્ધતો ભોગના નિમિત્તરૂપ, શુભકર્મમાત્ર, અભૂતાર્થ ધર્મને જ શ્રદ્ધે છે; તેથી જ તે અભૂતાર્થ ધર્મમાં શ્રદ્ધાન, પ્રતીત, રુચિ અને સ્પર્શનથી ઉપરના ગ્રૈવેયક સુધીના ભોગમાત્રને પામે છે, પરંતુ કદાપિ કર્મથી છૂટતો નથી.......’’

જ્ઞાની તો શુદ્ધાત્મસ્વરૂપની જ ભાવના કરે છે. તે વિષયસુખોની સ્વપ્ને પણ ભાવના કરતો નથી. તેને વ્રતતપાદિનો શુભ રાગ ભૂમિકાનુસાર આવે, પણ તેને તેની વાંછના નથી, અભિપ્રાયમાં તેનો નિષેધ વર્તે છે. જેને રાગની ભાવના જ ન હોય તેને રાગના ફલરૂપ વિષયોની પણ ઇચ્છા કેમ હોય? ન જ હોય.

‘‘જેમ કોઈને ઘણો દંડ થતો હતો તે હવે થોડો દંડ આપવાનો ઉપાય રાખે છે તથા થોડો દંડ આપીને હર્ષ પણ માને છે, પરંતુ શ્રદ્ધાનમાં તો દંડ આપવો અનિષ્ટ માને છે; તેમ સમ્યગ્દ્રષ્ટિને પાપરૂપ ઘણો કષાય થતો હતો, તે હવે પુણ્યરૂપ થોડો કષાય કરવાનો ઉપાય રાખે છે તથા થોડો કષાય થતાં હર્ષ પણ માને છે, પરંતુ શ્રદ્ધાનમાં તો કષાયને હેય જ માને છે. વળી જેમ કોઈ કમાણીનું કારણ જાણી વ્યાપારાદિકનો ઉપાય રાખે છે, ઉપાય બની આવતાં હર્ષ પણ માને છે, તેમ દ્રવ્યલિંગી મોક્ષનું કારણ જાણી પ્રશસ્ત રાગનો ઉપાય રાખે છે, ઉપાય બની આવતાં હર્ષ પણ માને છે. એ પ્રમાણે પ્રશસ્ત રાગના ઉપાયમાં વા તેના હર્ષમાં સમાનતા હોવા છતાં પણ સમ્યગ્દ્રષ્ટિને તો દંડ સમાન તથા મિથ્યાદ્રષ્ટિને વ્યાપાર સમાન શ્રદ્ધાન હોય છે. માટે એ બંનેના અભિપ્રાયમાં ભેદ થયો.’’

૪૨.

તત્ત્વજ્ઞાની (અન્તરાત્મા) અને ઇતર (બહિરાત્મા)માં (અનુક્રમે) કર્મનું અબંધપણું અને કર્મનું બંધપણું દર્શાવી કહે છેઃ ૧. તે ધર્મને શ્રદ્ધે, પ્રતીત, રુચિ અને સ્પર્શન કરે,

તે ભોગહેતુ ધર્મને, નહિ કર્મક્ષયના હેતુને.......(૨૭૫)(શ્રી સમયસાર ગુજ. ગા. ૨૭૫ અને ટીકા)

૨. મોક્ષમાર્ગ પ્રકાશકગુ. આવૃત્તિપૃ. ૨૫૨

પરમાં નિજમતિ નિયમથી સ્વચ્યુત થઈ બંધાય;
નિજમાં નિજમતિ જ્ઞાનીજન પરચ્યુત થઈ મુકાય. ૪૩.