૮૨સમાધિતંત્ર
अत्राहम्मतिर्बहिरात्मनो जाता तत्तेन कथमध्यवसीयते ? यत्र चान्तरात्मनस्तत्तेन कथमित्याशंक्याह —
टीका — दृश्यमानं शरीरादिकं । किं विशिष्टं ? त्रिलिंङ्गं त्रीणि स्त्रीपुंनपुंसकलक्षणानि लिङ्गानि यस्य तत् दृश्यमानं त्रिलिंङ्गं सत् । मूढो बहिरात्मा । इदमात्मतत्त्वं त्रिलिङ्गं मन्यते
‘‘બંધોના સ્વભાવને અને આત્માના સ્વભાવને જાણીને બંધો પ્રત્યે જે વિરક્ત થાય છે તે કર્મોથી મુકાય છે.’’૧
જ્ઞાની પોતાના સ્વરૂપમાં સ્થિત છે એટલે સ્વસમય છે અને પર પદાર્થો પ્રત્યેના રાગાદિ ભાવોથી મુક્ત છે. તેથી તેને કર્મ – બંધ નથી. અજ્ઞાની આત્મસ્વરૂપથી ચ્યુત છે અર્થાત્ પર પદાર્થોમાં આત્મબુદ્ધિએ સ્થિત છે એટલે પર સમય છે અને રાગાદિ ભાવોથી યુક્ત છે, તેથી તે કર્મોથી બદ્ધ છે. ૪૩.
જ્યાં (જે પદાર્થોમાં) બહિરાત્માને આત્મબુદ્ધિ થઈ તેને તે કેવા માને છે? અને અંતરાત્મા તેને (પદાર્થને) કેવા માને છે? તેવી આશંકા કરી કહે છેઃ —
અન્વયાર્થ : (मूढः) અજ્ઞાની બહિરાત્મા, (दृश्यमानं) દેખવામાં આવતા (त्रिलिङ्गं) સ્ત્રી – પુરુષ – નપુંસકના ભેદથી ત્રિલિંગરૂપ શરીરને (इदं अवबुध्यते) આત્મ તત્ત્વ (અર્થાત્ મારાં) માને છે કે, જ્યારે (अवबुद्धः) અન્તરાત્મા, (इदं) ‘આ આત્મ તત્ત્વ છે તે ત્રિલિંગરૂપ નથી, (तु) પણ તે (निष्पन्नं) અનાદિ સંસિદ્ધ તથા (शब्दवर्जितं इति) નામાદિ વિકલ્પોથી રહિત છે,’ એમ સમજે છે.
ટીકા : દ્રશ્યમાન (દેખવામાં આવતા) શરીરાદિકને – કેવા (શરીરાદિકને)? ત્રિલિંગરૂપ – અર્થાત્ સ્ત્રી – પુરુષ – નપુંસક એ ત્રણ લિંગ જેને છે તેવા ત્રિલિંગરૂપ દેખાતા શરીરાદિકને, મૂઢ એટલે બહિરાત્મા દ્રશ્યમાન (શરીરાદિક) સાથે અભેદરૂપ (એકરૂપ)ની ૧. બંધો તણો જાણી સ્વભાવ, સ્વભાવ જાણી આત્મનો,