હવે પૂછે છે કે વર્ણાદિક સાથે જીવનો તાદાત્મ્યલક્ષણ સંબંધ કેમ નથી? તેનો ઉત્તર
કહે છેઃ —
સંસારી જીવને વર્ણ આદિ ભાવ છે સંસારમાં,
સંસારથી પરિમુક્તને નહિ ભાવ કો વર્ણાદિના. ૬૧.
ગાથાર્થઃ — [वर्णादयः] વર્ણાદિક છે તે [संसारस्थानां] સંસારમાં સ્થિત [जीवानां] જીવોને
[तत्र भवे] તે સંસારમાં [भवन्ति] હોય છે અને [संसारप्रमुक्तानां] સંસારથી મુક્ત થયેલા જીવોને
[खलु] નિશ્ચયથી [ वर्णादयः केचित् ] વર્ણાદિક કોઈ પણ (ભાવો) [न सन्ति] નથી; (માટે
તાદાત્મ્યસંબંધ નથી).
ટીકાઃ — જે નિશ્ચયથી બધીયે અવસ્થાઓમાં યદ્-આત્મકપણાથી અર્થાત્ જે-સ્વરૂપ-
પણાથી વ્યાપ્ત હોય અને તદ્-આત્મકપણાની અર્થાત્ તે-સ્વરૂપપણાની વ્યાપ્તિથી રહિત ન હોય,
તેનો તેમની સાથે તાદાત્મ્યલક્ષણ સંબંધ હોય છે. (જે વસ્તુ સર્વ અવસ્થાઓમાં જે ભાવોસ્વરૂપ
હોય અને કોઈ અવસ્થામાં તે ભાવોસ્વરૂપપણું છોડે નહિ, તે વસ્તુનો તે ભાવોની સાથે
તાદાત્મ્યસંબંધ હોય છે.) માટે બધીયે અવસ્થાઓમાં જે વર્ણાદિસ્વરૂપપણાથી વ્યાપ્ત હોય છે
અને વર્ણાદિસ્વરૂપપણાની વ્યાપ્તિથી રહિત હોતું નથી એવા પુદ્ગલનો વર્ણાદિભાવોની સાથે
તાદાત્મ્યલક્ષણ સંબંધ છે; અને જોકે સંસાર-અવસ્થામાં કથંચિત્ વર્ણાદિસ્વરૂપપણાથી વ્યાપ્ત
कुतो जीवस्य वर्णादिभिः सह तादात्म्यलक्षणः सम्बन्धो नास्तीति चेत् —
तत्थ भवे जीवाणं संसारत्थाण होंति वण्णादी ।
संसारपमुक्काणं णत्थि हु वण्णादओ केई ।।६१।।
तत्र भवे जीवानां संसारस्थानां भवन्ति वर्णादयः ।
संसारप्रमुक्तानां न सन्ति खलु वर्णादयः केचित् ।।६१।।
यत्किल सर्वास्वप्यवस्थासु यदात्मकत्वेन व्याप्तं भवति तदात्मकत्वव्याप्तिशून्यं न भवति,
तस्य तैः सह तादात्म्यलक्षणः सम्बन्धः स्यात् । ततः सर्वास्वप्यवस्थासु वर्णाद्यात्मकत्वव्याप्तस्य
भवतो वर्णाद्यात्मकत्वव्याप्तिशून्यस्याभवतश्च पुद्गलस्य वर्णादिभिः सह तादात्म्यलक्षणः
सम्बन्धः स्यात्; संसारावस्थायां कथञ्चिद्वर्णाद्यात्मकत्वव्याप्तस्य भवतो वर्णाद्यात्मकत्वव्याप्ति-
शून्यस्याभवतश्चापि मोक्षावस्थायां सर्वथा वर्णाद्यात्मकत्वव्याप्तिशून्यस्य भवतो वर्णाद्यात्म-
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ-અજીવ અધિકાર
૧૧૫