ઓળખાણ કરવાનો પ્રયત્ન સદા કર્તવ્ય છે.
નિમિત્તનૈમિત્તિકપણું હોવા છતાં બન્નેનું તદ્દન સ્વતંત્ર પરિણમન, જ્ઞાનીને રાગદ્વેષનું અકર્તા-
અભોક્તાપણું, અજ્ઞાનીને રાગદ્વેષનું કર્તા-ભોક્તાપણું, સાંખ્યદર્શનની એકાંતિકતા, ગુણસ્થાન-
આરોહણમાં ભાવનું અને દ્રવ્યનું નિમિત્તનૈમિત્તિકપણું, વિકારરૂપે પરિણમવામાં અજ્ઞાનીનો પોતાનો
જ દોષ, મિથ્યાત્વાદિનું જડપણું તેમ જ ચેતનપણું, પુણ્ય અને પાપ બન્નેનું બંધસ્વરૂપપણું,
મોક્ષમાર્ગમાં ચરણાનુયોગનું સ્થાન
શ્રી જયસેન આચાર્યવર કહે છે કે ‘જયવંત વર્તો તે પદ્મનંદી આચાર્ય અર્થાત્ કુંદકુંદ આચાર્ય કે
જેમણે મહાતત્ત્વથી ભરેલો પ્રાભૃતરૂપી પર્વત બુદ્ધિરૂપી શિર પર ઉપાડીને ભવ્ય જીવોને સમર્પિત
કર્યો છે.’ ખરેખર આ કાળે આ શાસ્ત્ર મુમુક્ષુ ભવ્યજીવોનો પરમ આધાર છે. આવા દુઃષમ કાળમાં
પણ આવું અદ્ભુત અનન્ય-શરણભૂત શાસ્ત્ર
સંકલનાબદ્ધ પ્રરૂપણા બીજા કોઈ પણ ગ્રંથમાં નથી. પરમ પૂજ્ય સદ્ગુરુદેવના શબ્દોમાં કહું તો
શાસનનો એ સ્તંભ છે; સાધકની એ કામધેનુ છે, કલ્પવૃક્ષ છે. ચૌદ પૂર્વનું રહસ્ય એમાં સમાયેલું
છે. એની દરેક ગાથા છઠ્ઠા-સાતમા ગુણસ્થાને ઝૂલતા મહામુનિના આત્મ-અનુભવમાંથી નીકળેલી છે.
આ શાસ્ત્રના કર્તા ભગવાન કુંદકુંદાચાર્યદેવ મહાવિદેહ ક્ષેત્રમાં સર્વજ્ઞ વીતરાગ શ્રી સીમંધરભગવાનના
સમવસરણમાં ગયા હતા અને ત્યાં તેઓ આઠ દિવસ રહ્યા હતા એ વાત યથાતથ્ય છે, અક્ષરશઃ
સત્ય છે, પ્રમાણસિદ્ધ છે, તેમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી. તે પરમ ઉપકારી આચાર્યભગવાને
રચેલા આ સમયસારમાં તીર્થંકરદેવના નિરક્ષર ૐકારધ્વનિમાંથી નીકળેલો જ ઉપદેશ છે.’
છે. જેમ આ શાસ્ત્રના મૂળ કર્તા અલૌકિક પુરુષ છે તેમ તેના ટીકાકાર પણ મહાસમર્થ આચાર્ય
છે. આત્મખ્યાતિ જેવી ટીકા હજુ સુધી બીજા કોઈ જૈન ગ્રંથની લખાયેલી નથી. તેમણે પંચાસ્તિકાય
તથા પ્રવચનસારની પણ ટીકા લખી છે અને તત્ત્વાર્થસાર, પુરુષાર્થસિદ્ધ્યુપાય આદિ સ્વતંત્ર ગ્રંથો
પણ લખ્યા છે. તેમની એક આ આત્મખ્યાતિ ટીકા વાંચનારને જ તેમની અધ્યાત્મરસિકતા,
આત્માનુભવ, પ્રખર વિદ્વત્તા, વસ્તુસ્વરૂપને ન્યાયથી સિદ્ધ કરવાની તેમની અસાધારણ શક્તિ અને
ઉત્તમ કાવ્યશક્તિનો પૂરો ખ્યાલ આવી જશે. અતિ સંક્ષેપમાં ગંભીર રહસ્યોને ગોઠવી દેવાની તેમની
અજબ શક્તિ વિદ્વાનોને આશ્ચર્યચકિત કરે છે. તેમની આ દૈવી ટીકા શ્રુતકેવળીનાં વચનો જેવી છે.