કહાનજૈનશાસ્ત્રમાળા ]
यः खलु मिथ्यादर्शनमज्ञानमविरतिरित्यादिरजीवस्तदमूर्ताच्चैतन्यपरिणामादन्यत् मूर्तं पुद्गलकर्म; यस्तु मिथ्यादर्शनमज्ञानमविरतिरित्यादिः जीवः स मूर्तात्पुद्गलकर्मणोऽन्यश्चैतन्य- परिणामस्य विकारः ।
मिथ्यादर्शनादिश्चैतन्यपरिणामस्य विकारः कुत इति चेत् —
उपयोगस्य हि स्वरसत एव समस्तवस्तुस्वभावभूतस्वरूपपरिणामसमर्थत्वे सत्यनादिवस्त्वन्तर- भूतमोहयुक्तत्वान्मिथ्यादर्शनमज्ञानमविरतिरिति त्रिविधः परिणामविकारः । स तु तस्य
ટીકાઃ — નિશ્ચયથી જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ અજીવ છે તે તો, અમૂર્તિક ચૈતન્યપરિણામથી અન્ય એવું મૂર્તિક પુદ્ગલકર્મ છે; અને જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જીવ છે તે, મૂર્તિક પુદ્ગલકર્મથી અન્ય એવો ચૈતન્યપરિણામનો વિકાર છે.
હવે ફરી પૂછે છે કે મિથ્યાદર્શનાદિ ચૈતન્યપરિણામનો વિકાર ક્યાંથી થયો? તેનો ઉત્તર કહે છેઃ —
ગાથાર્થઃ — [ मोहयुक्तस्य ] અનાદિથી મોહયુક્ત હોવાથી [ उपयोगस्य ] ઉપયોગના [ अनादयः ] અનાદિથી માંડીને [ त्रयः परिणामाः ] ત્રણ પરિણામ છે; તે [ मिथ्यात्वम् ] મિથ્યાત્વ, [ अज्ञानम् ] અજ્ઞાન [ च अविरतिभावः ] અને અવિરતિભાવ (એ ત્રણ) [ ज्ञातव्यः ] જાણવા.
ટીકાઃ — જોકે નિશ્ચયથી પોતાના નિજરસથી જ સર્વ વસ્તુઓનું પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપ-પરિણમનમાં સમર્થપણું છે, તોપણ (આત્માને) અનાદિથી અન્ય-વસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું હોવાથી, આત્માના ઉપયોગનો, મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર છે. ઉપયોગનો તે પરિણામવિકાર, સ્ફટિકની સ્વચ્છતાના પરિણામ-