કહાનજૈનશાસ્ત્રમાળા ]
यदि कर्मणि स्वयमबद्धः सन् जीवः क्रोधादिभावेन स्वयमेव न परिणमेत तदा स किलापरिणाम्येव स्यात् । तथा सति संसाराभावः । अथ पुद्गलकर्म क्रोधादि जीवं क्रोधादिभावेन परिणामयति ततो न संसाराभाव इति तर्कः । किं स्वयमपरिणममानं परिणममानं वा पुद्गलकर्म क्रोधादि जीवं क्रोधादिभावेन परिणामयेत् ? न तावत्स्वयमपरिणममानः परेण परिणमयितुं पार्येत; न हि स्वतोऽसती शक्तिः कर्तुमन्येन पार्यते । स्वयं परिणममानस्तु न परं परिणमयितारमपेक्षेत; न हि वस्तुशक्तयः परमपेक्षन्ते । ततो जीवः परिणामस्वभावः स्वयमेवास्तु । तथा सति गरुड- ध्यानपरिणतः साधकः स्वयं गरुड इवाज्ञानस्वभावक्रोधादिपरिणतोपयोगः स एव स्वयं क्रोधादिः स्यात् । इति सिद्धं जीवस्य परिणामस्वभावत्वम् । [क्रोधत्वम्] ક્રોધપણે [परिणामयति] પરિણમાવે છે [इति] એમ કહેવું [मिथ्या] મિથ્યા ઠરે છે.
માટે એ સિદ્ધાંત છે કે [क्रोधोपयुक्तः] ક્રોધમાં ઉપયુક્ત (અર્થાત્ જેનો ઉપયોગ ક્રોધાકારે પરિણમ્યો છે એવો) [आत्मा] આત્મા [क्रोधः] ક્રોધ જ છે, [मानोपयुक्तः] માનમાં ઉપયુક્ત આત્મા [मानः एव] માન જ છે, [मायोपयुक्तः] માયામાં ઉપયુક્ત આત્મા [माया] માયા છે [च] અને [लोभोपयुक्तः] લોભમાં ઉપયુક્ત આત્મા [लोभः] લોભ [भवति] છે.
ટીકાઃ — જો જીવ કર્મમાં સ્વયં નહિ બંધાયો થકો ક્રોધાદિભાવે સ્વયમેવ ન પરિણમે તો તે ખરેખર અપરિણામી જ ઠરે. એમ થતાં સંસારનો અભાવ થાય. અહીં જો એમ તર્ક કરવામાં આવે કે ‘‘પુદ્ગલકર્મ જે ક્રોધાદિક તે જીવને ક્રોધાદિભાવે પરિણમાવે છે તેથી સંસારનો અભાવ થતો નથી’’, તો તેનું નિરાકરણ બે પક્ષ લઈને કરવામાં આવે છેઃ — પુદ્ગલકર્મ ક્રોધાદિક છે તે સ્વયં અપરિણમતા જીવને ક્રોધાદિભાવે પરિણમાવે કે સ્વયં પરિણમતાને? પ્રથમ, સ્વયં અપરિણમતાને પર વડે પરિણમાવી શકાય નહિ; કારણ કે (વસ્તુમાં) જે શક્તિ સ્વતઃ ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ. અને સ્વયં પરિણમતાને તો પર (અન્ય) પરિણમાવનારની અપેક્ષા ન હોય; કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. (આ રીતે બન્ને પક્ષ અસત્ય છે.) તેથી જીવ પરિણમનસ્વભાવવાળો સ્વયમેવ હો. એમ હોતાં (હોવાથી), જેમ ગરુડના ધ્યાનરૂપે પરિણમેલો મંત્રસાધક પોતે ગરુડ છે તેમ, અજ્ઞાનસ્વભાવવાળા ક્રોધાદિરૂપે જેનો ઉપયોગ પરિણમ્યો છે એવો જીવ જ પોતે ક્રોધાદિ છે. આ રીતે જીવનું પરિણામસ્વભાવપણું સિદ્ધ થયું.
ભાવાર્થઃ — જીવ પરિણામસ્વભાવ છે. જ્યારે પોતાનો ઉપયોગ ક્રોધાદિરૂપે પરિણમે છે ત્યારે પોતે ક્રોધાદિરૂપ જ થાય છે એમ જાણવું.