Samaysar (Gujarati). Kalash: 65 Gatha: 126.

< Previous Page   Next Page >


Page 202 of 642
PDF/HTML Page 233 of 673

 

background image
(उपजाति)
स्थितेति जीवस्य निरन्तराया
स्वभावभूता परिणामशक्तिः
तस्यां स्थितायां स करोति भावं
यं स्वस्य तस्यैव भवेत्स कर्ता
।।६५।।
तथाहि
जं कुणदि भावमादा कत्ता सो होदि तस्स कम्मस्स
णाणिस्स स णाणमओ अण्णाणमओ अणाणिस्स ।।१२६।।
यं करोति भावमात्मा कर्ता स भवति तस्य कर्मणः
ज्ञानिनः स ज्ञानमयोऽज्ञानमयोऽज्ञानिनः ।।१२६।।
एवमयमात्मा स्वयमेव परिणामस्वभावोऽपि यमेव भावमात्मनः करोति तस्यैव
૨૦૨
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થ [इति ] આ રીતે [ जीवस्य ] જીવની [ स्वभावभूता परिणामशक्तिः ]
સ્વભાવભૂત પરિણમનશક્તિ [निरन्तराया स्थिता ] નિર્વિઘ્ન સિદ્ધ થઈ. [तस्यां स्थितायां ] એ સિદ્ધ
થતાં, [सः स्वस्य यं भावं करोति ] જીવ પોતાના જે ભાવને કરે છે [तस्य एव सः कर्ता भवेत् ]
તેનો તે કર્તા થાય છે.
ભાવાર્થ જીવ પણ પરિણામી છે; તેથી પોતે જે ભાવરૂપે પરિણમે છે તેનો કર્તા થાય
છે. ૬૫.
જ્ઞાની જ્ઞાનમય ભાવનો અને અજ્ઞાની અજ્ઞાનમય ભાવનો કર્તા છે એમ હવે કહે છે
જે ભાવને આત્મા કરે, કર્તા બને તે કર્મનો;
તે જ્ઞાનમય છે જ્ઞાનીનો, અજ્ઞાનમય અજ્ઞાનીનો. ૧૨૬.
ગાથાર્થ [ आत्मा ] આત્મા [ यं भावम् ] જે ભાવને [ करोति ] કરે છે [ तस्य कर्मणः ]
તે ભાવરૂપ કર્મનો [ सः ] તે [ कर्ता ] કર્તા [ भवति ] થાય છે; [ ज्ञानिनः ] જ્ઞાનીને તો [ सः ]
તે ભાવ [ ज्ञानमयः ] જ્ઞાનમય છે અને [ अज्ञानिनः ] અજ્ઞાનીને [ अज्ञानमयः ] અજ્ઞાનમય છે.
ટીકા
આ રીતે આ આત્મા સ્વયમેવ પરિણામસ્વભાવવાળો છે તોપણ પોતાના જે