अथ ज्ञानं मोक्षहेतुं साधयति —
परमट्ठो खलु समओ सुद्धो जो केवली मुणी णाणी ।
तम्हि ट्ठिदा सहावे मुणिणो पावंति णिव्वाणं ।।१५१।।
परमार्थः खलु समयः शुद्धो यः केवली मुनिर्ज्ञानी ।
तस्मिन् स्थिताः स्वभावे मुनयः प्राप्नुवन्ति निर्वाणम् ।।१५१।।
ज्ञानं हि मोक्षहेतुः, ज्ञानस्य शुभाशुभकर्मणोरबन्धहेतुत्वे सति मोक्षहेतुत्वस्य तथोपपत्तेः ।
तत्तु सकलकर्मादिजात्यन्तरविविक्तचिज्जातिमात्रः परमार्थ आत्मेति यावत् । स तु युगपदेकीभाव-
प्रवृत्तज्ञानगमनमयतया समयः, सकलनयपक्षासङ्कीर्णैकज्ञानतया शुद्धः, केवलचिन्मात्रवस्तुतया
केवली, मननमात्रभावतया मुनिः, स्वयमेव ज्ञानतया ज्ञानी, स्वस्य भवनमात्रतया स्वभावः
શકે?’ — એમ કોઈને શંકા થાય તો તેનું સમાધાન આચાર્યદેવે કર્યું છે કેઃ — સર્વ કર્મનો ત્યાગ
થયે જ્ઞાનનું મહા શરણ છે. તે જ્ઞાનમાં લીન થતાં સર્વ આકુળતા રહિત પરમાનંદનો ભોગવટો
હોય છે — જેનો સ્વાદ જ્ઞાની જ જાણે છે. અજ્ઞાની કષાયી જીવ કર્મને જ સર્વસ્વ જાણી તેમાં
લીન થઈ રહ્યો છે, જ્ઞાનાનંદનો સ્વાદ નથી જાણતો. ૧૦૪.
હવે, જ્ઞાન મોક્ષનું કારણ છે એમ સિદ્ધ કરે છેઃ —
પરમાર્થ છે નકી, સમય છે, શુધ, કેવળી, મુનિ, જ્ઞાની છે,
એવા સ્વભાવે સ્થિત મુનિઓ મોક્ષની પ્રાપ્તિ કરે. ૧૫૧.
ગાથાર્થઃ — [ खलु ] નિશ્ચયથી [ यः ] જે [ परमार्थः ] પરમાર્થ (પરમ પદાર્થ) છે,
[ समयः ] સમય છે, [ शुद्धः ] શુદ્ધ છે, [ केवली ] કેવળી છે, [ मुनिः ] મુનિ છે, [ ज्ञानी ] જ્ઞાની
છે, [ तस्मिन् स्वभावे ] તે સ્વભાવમાં [ स्थिताः ] સ્થિત [ मुनयः ] મુનિઓ [ निर्वाणं ] નિર્વાણને
[ प्राप्नुवन्ति ] પામે છે.
ટીકાઃ — જ્ઞાન મોક્ષનું કારણ છે, કેમ કે જ્ઞાન શુભાશુભ કર્મોના બંધનું કારણ નહિ
હોવાથી તેને એ રીતે મોક્ષનું કારણપણું બને છે. તે જ્ઞાન, સમસ્ત કર્મ આદિ અન્ય જાતિઓથી
ભિન્ન ચૈતન્ય-જાતિમાત્ર પરમાર્થ ( – પરમ પદાર્થ) છે — આત્મા છે. તે (આત્મા) એકીસાથે
(યુગપદ્) એકીભાવે (એકત્વપૂર્વક) પ્રવર્તતાં એવાં જે જ્ઞાન અને ગમન (પરિણમન) તે-સ્વરૂપ
હોવાથી સમય છે, સકળ નયપક્ષોથી અમિલિત (અમિશ્રિત) એવા એક જ્ઞાનસ્વરૂપ હોવાથી
શુદ્ધ છે, કેવળ ચિન્માત્ર વસ્તુસ્વરૂપ હોવાથી કેવળી છે, ફક્ત મનનમાત્ર (જ્ઞાનમાત્ર) ભાવસ્વરૂપ
૨૪૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-