Samaysar (Gujarati). Gatha: 152.

< Previous Page   Next Page >


Page 245 of 642
PDF/HTML Page 276 of 673

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

પુણ્ય-પાપ અધિકાર
૨૪૫

स्वतश्चितो भवनमात्रतया सद्भावो वेति शब्दभेदेऽपि न च वस्तुभेदः

अथ ज्ञानं विधापयति
परमट्ठम्हि दु अठिदो जो कुणदि तवं वदं च धारेदि
तं सव्वं बालतवं बालवदं बेंति सव्वण्हू ।।१५२।।
परमार्थे त्वस्थितः यः करोति तपो व्रतं च धारयति
तत्सर्वं बालतपो बालव्रतं ब्रुवन्ति सर्वज्ञाः ।।१५२।।

ज्ञानमेव मोक्षस्य कारणं विहितं, परमार्थभूतज्ञानशून्यस्याज्ञानकृतयोर्व्रततपःकर्मणोः बन्धहेतुत्वाद्बालव्यपदेशेन प्रतिषिद्धत्वे सति तस्यैव मोक्षहेतुत्वात्


હોવાથી મુનિ છે, પોતે જ જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાની છે, ‘સ્વ’ના ભવનમાત્રસ્વરૂપ હોવાથી સ્વભાવ છે અથવા સ્વતઃ (પોતાથી જ) ચૈતન્યના ❋ભવનમાત્રસ્વરૂપ હોવાથી સદ્ભાવ છે (કારણ કે જે સ્વતઃ હોય તે સત્-સ્વરૂપ જ હોય). આ પ્રમાણે શબ્દભેદ હોવા છતાં વસ્તુભેદ નથી (નામ જુદાં જુદાં છે છતાં વસ્તુ એક જ છે).

ભાવાર્થઃમોક્ષનું ઉપાદાન તો આત્મા જ છે. વળી પરમાર્થે આત્માનો જ્ઞાનસ્વભાવ છે; જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે. માટે જ્ઞાનને જ મોક્ષનું કારણ કહેવું યોગ્ય છે.

હવે, આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે એમ બતાવે છેઃ

પરમાર્થમાં અણસ્થિત જે તપને કરે, વ્રતને ધરે,
સઘળુંય તે તપ બાળ ને વ્રત બાળ સર્વજ્ઞો કહે. ૧૫૨.

ગાથાર્થઃ[ परमार्थे तु ] પરમાર્થમાં [ अस्थितः ] અસ્થિત [ यः ] એવો જે જીવ [ तपः करोति ] તપ કરે છે [ च ] તથા [ व्रतं धारयति ] વ્રત ધારણ કરે છે, [ तत्सर्वं ] તેનાં તે સર્વ તપ અને વ્રતને [ सर्वज्ञाः ] સર્વજ્ઞો [ बालतपः ] બાળતપ અને [ बालव्रतं ] બાળવ્રત [ ब्रुवन्ति ] કહે છે.

ટીકાઃઆગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે (એમ સિદ્ધ થાય છે); કારણ કે જે જીવ પરમાર્થભૂત જ્ઞાનથી રહિત છે તેનાં, અજ્ઞાનપૂર્વક કરવામાં આવેલાં વ્રત, ભવન = હોવું તે.