૨૪૬
ज्ञानमेव मोक्षहेतुः, तदभावे स्वयमज्ञानभूतानामज्ञानिनामन्तर्व्रतनियमशीलतपःप्रभृति-
शुभकर्मसद्भावेऽपि मोक्षाभावात् । अज्ञानमेव बन्धहेतुः, तदभावे स्वयं ज्ञानभूतानां ज्ञानिनां
बहिर्व्रतनियमशीलतपःप्रभृतिशुभकर्मासद्भावेऽपि मोक्षसद्भावात् ।
તપ આદિ કર્મો બંધનાં કારણ હોવાને લીધે તે કર્મોને ‘બાળ’ એવી સંજ્ઞા આપીને નિષેધ્યાં હોવાથી જ્ઞાન જ મોક્ષનું કારણ ઠરે છે.
ભાવાર્થઃ — જ્ઞાન વિના કરાયેલાં તપ તથા વ્રતને સર્વજ્ઞદેવે બાળતપ તથા બાળવ્રત (અર્થાત્ અજ્ઞાનતપ તથા અજ્ઞાનવ્રત) કહ્યાં છે, માટે મોક્ષનું કારણ જ્ઞાન જ છે.
જ્ઞાન જ મોક્ષનો હેતુ છે અને અજ્ઞાન જ બંધનો હેતુ છે એવો નિયમ છે એમ હવે કહે છેઃ —
ગાથાર્થઃ — [ व्रतनियमान् ] વ્રત અને નિયમો [ धारयन्तः ] ધારણ કરતા હોવા છતાં [ तथा ] તેમ જ [ शीलानि च तपः ] શીલ અને તપ [ कुर्वन्तः ] કરતા હોવા છતાં [ ये ] જેઓ [ परमार्थबाह्याः ] પરમાર્થથી બાહ્ય છે (અર્થાત્ પરમ પદાર્થરૂપ જ્ઞાનનું એટલે કે જ્ઞાનસ્વરૂપ આત્માનું જેમને શ્રદ્ધાન નથી) [ ते ] તેઓ [ निर्वाणं ] નિર્વાણને [ न विन्दन्ति ] પામતા નથી.
ટીકાઃ — જ્ઞાન જ મોક્ષનો હેતુ છે; કારણ કે તેના ( – જ્ઞાનના) અભાવમાં, પોતે જ અજ્ઞાનરૂપ થયેલા અજ્ઞાનીઓને અંતરંગમાં વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો સદ્ભાવ (હયાતી) હોવા છતાં મોક્ષનો અભાવ છે. અજ્ઞાન જ બંધનો હેતુ છે; કારણ કે તેના અભાવમાં, પોતે જ જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને બાહ્ય વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો અસદ્ભાવ હોવા છતાં મોક્ષનો સદ્ભાવ છે.