(शिखरिणी)
यदेतद् ज्ञानात्मा ध्रुवमचलमाभाति भवनं
शिवस्यायं हेतुः स्वयमपि यतस्तच्छिव इति ।
अतोऽन्यद्बन्धस्य स्वयमपि यतो बन्ध इति तत्
ततो ज्ञानात्मत्वं भवनमनुभूतिर्हि विहितम् ।।१०५।।
अथ पुनरपि पुण्यकर्मपक्षपातिनः प्रतिबोधनायोपक्षिपति —
परमट्ठबाहिरा जे ते अण्णाणेण पुण्णमिच्छंति ।
संसारगमणहेदुं पि मोक्खहेदुं अजाणंता ।।१५४।।
परमार्थबाह्या ये ते अज्ञानेन पुण्यमिच्छन्ति ।
संसारगमनहेतुमपि मोक्षहेतुमजानन्तः ।।१५४।।
ભાવાર્થઃ — જ્ઞાનરૂપ પરિણમન જ મોક્ષનું કારણ છે અને અજ્ઞાનરૂપ પરિણમન જ
બંધનું કારણ છે; વ્રત, નિયમ, શીલ, તપ આદિ શુભ ભાવરૂપ શુભ કર્મો કાંઈ મોક્ષનાં કારણ
નથી, જ્ઞાનરૂપે પરિણમેલા જ્ઞાનીને તે શુભ કર્મો ન હોવા છતાં તે મોક્ષને પામે છે; અજ્ઞાનરૂપે
પરિણમેલા અજ્ઞાનીને તે શુભ કર્મો હોવા છતાં તે બંધને પામે છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ यद् एतद् ध्रुवम् अचलम् ज्ञानात्मा भवनम् आभाति ] જે આ જ્ઞાનસ્વરૂપ
આત્મા ધ્રુવપણે અને અચળપણે જ્ઞાનસ્વરૂપે થતો — પરિણમતો ભાસે છે [ अयं शिवस्य हेतुः ]
તે જ મોક્ષનો હેતુ છે [ यतः ] કારણ કે [ तत् स्वयम् अपि शिवः इति ] તે પોતે પણ મોક્ષસ્વરૂપ
છે; [ अतः अन्यत् ] તેના સિવાય જે અન્ય કાંઈ છે [ बन्धस्य ] તે બંધનો હેતુ છે [ यतः ] કારણ
કે [ तत् स्वयम् अपि बन्धः इति ] તે પોતે પણ બંધસ્વરૂપ છે. [ ततः ] માટે [ ज्ञानात्मत्वं भवनम् ]
જ્ઞાનસ્વરૂપ થવાનું ( – જ્ઞાનસ્વરૂપ પરિણમવાનું) એટલે કે [ अनुभूतिः हि ] અનુભૂતિ કરવાનું જ
[ विहितम् ] આગમમાં વિધાન અર્થાત્ ફરમાન છે. ૧૦૫.
હવે ફરીને પણ, પુણ્યકર્મના પક્ષપાતીને સમજાવવા માટે તેનો દોષ બતાવે છેઃ —
પરમાર્થબાહ્ય જીવો અરે! જાણે ન હેતુ મોક્ષનો,
અજ્ઞાનથી તે પુણ્ય ઇચ્છે હેતુ જે સંસારનો. ૧૫૪.
ગાથાર્થઃ — [ ये ] જેઓ [ परमार्थबाह्यः ] પરમાર્થથી બાહ્ય છે [ ते ] તેઓ [ मोक्षहेतुम् ]
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પુણ્ય-પાપ અધિકાર
૨૪૭