Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 248 of 642
PDF/HTML Page 279 of 673

 

background image
इह खलु केचिन्निखिलकर्मपक्षक्षयसम्भावितात्मलाभं मोक्षमभिलषन्तोऽपि, तद्धेतुभूतं
सम्यग्दर्शनज्ञानचारित्रस्वभावपरमार्थभूतज्ञानभवनमात्रमैकाग्य्रालक्षणं समयसारभूतं सामायिकं
प्रतिज्ञायापि, दुरन्तकर्मचक्रोत्तरणक्लीबतया परमार्थभूतज्ञानभवनमात्रं सामायिकमात्मस्वभाव-
मलभमानाः, प्रतिनिवृत्तस्थूलतमसंक्लेशपरिणामकर्मतया प्रवृत्तमानस्थूलतमविशुद्धपरिणामकर्माणः,
कर्मानुभवगुरुलाघवप्रतिपत्तिमात्रसन्तुष्टचेतसः, स्थूललक्ष्यतया सकलं कर्मकाण्डमनुन्मूलयन्तः,
स्वयमज्ञानादशुभकर्म केवलं बन्धहेतुमध्यास्य च, व्रतनियमशीलतपःप्रभृतिशुभकर्म बन्धहेतुमप्य-
जानन्तो, मोक्षहेतुमभ्युपगच्छन्ति
મોક્ષના હેતુને [ अजानन्तः ] નહિ જાણતા થકા[ संसारगमनहेतुम् अपि ] જોકે પુણ્ય
સંસારગમનનો હેતુ છે તોપણ[ अज्ञानेन ] અજ્ઞાનથી [ पुण्यम् ] પુણ્યને (મોક્ષનો હેતુ જાણીને)
[ इच्छन्ति ] ઇચ્છે છે.
ટીકાઃસમસ્ત કર્મના પક્ષનો નાશ કરવાથી ઊપજતો જે આત્મલાભ (નિજ
સ્વરૂપની પ્રાપ્તિ) તે આત્મલાભસ્વરૂપ મોક્ષને આ જગતમાં કેટલાક જીવો ઇચ્છતા હોવા છતાં,
મોક્ષના કારણભૂત સામાયિકની
કે જે સામાયિક સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વભાવવાળા
પરમાર્થભૂત જ્ઞાનના ભવનમાત્ર છે, એકાગ્રતાલક્ષણવાળું છે અને સમયસારસ્વરૂપ છે તેની
પ્રતિજ્ઞા લઈને પણ, દુરંત કર્મચક્રને પાર ઊતરવાની નામર્દાઈને લીધે (અસમર્થતાને લીધે)
પરમાર્થભૂત જ્ઞાનના ભવનમાત્ર જે સામાયિક તે સામાયિકસ્વરૂપ આત્મસ્વભાવને નહિ પામતા
થકા, જેમને અત્યંત સ્થૂલ સંક્લેશપરિણામરૂપ કર્મો નિવૃત્ત થયાં છે અને અત્યંત સ્થૂલ વિશુદ્ધ-
પરિણામરૂપ કર્મો પ્રવર્તે છે એવા તેઓ, કર્મના અનુભવના ગુરુપણા-લઘુપણાની પ્રાપ્તિમાત્રથી
જ સંતુષ્ટ ચિત્તવાળા થયા થકા, (પોતે) સ્થૂલ લક્ષ્યવાળા હોઈને (સંક્લેશપરિણામોને છોડતા હોવા
છતાં) સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી. આ રીતે તેઓ, પોતે પોતાના અજ્ઞાનથી કેવળ
અશુભ કર્મને જ બંધનું કારણ માનીને, વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મો પણ બંધનાં
કારણ હોવા છતાં તેમને બંધનાં કારણ નહિ જાણતા થકા, મોક્ષના કારણ તરીકે તેમને અંગીકાર
કરે છે
મોક્ષના કારણ તરીકે તેમનો આશ્રય કરે છે.
ભાવાર્થઃકેટલાક અજ્ઞાની લોકો દીક્ષા લેતી વખતે સામાયિકની પ્રતિજ્ઞા લે છે પરંતુ
સૂક્ષ્મ એવા આત્મસ્વભાવની શ્રદ્ધા, લક્ષ તથા અનુભવ નહિ કરી શકવાથી, સ્થૂલ લક્ષ્યવાળા
તે જીવો સ્થૂલ સંક્લેશપરિણામોને છોડીને એવા જ સ્થૂલ વિશુદ્ધપરિણામોમાં (શુભ પરિણામોમાં)
રાચે છે. (સંક્લેશપરિણામો તેમ જ વિશુદ્ધપરિણામો બન્ને અત્યંત સ્થૂલ છે; આત્મસ્વભાવ જ
ભવન = થવું તે; પરિણમન.
૨૪૮
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-