Samaysar (Gujarati). Gatha: 155.

< Previous Page   Next Page >


Page 249 of 642
PDF/HTML Page 280 of 673

 

background image
अथ परमार्थमोक्षहेतुं तेषां दर्शयति
जीवादीसद्दहणं सम्मत्तं तेसिमधिगमो णाणं
रागादीपरिहरणं चरणं एसो दु मोक्खपहो ।।१५५।।
जीवादिश्रद्धानं सम्यक्त्वं तेषामधिगमो ज्ञानम्
रागादिपरिहरणं चरणं एषस्तु मोक्षपथः ।।१५५।।
मोक्षहेतुः किल सम्यग्दर्शनज्ञानचारित्राणि तत्र सम्यग्दर्शनं तु जीवादिश्रद्धानस्वभावेन
ज्ञानस्य भवनम् जीवादिज्ञानस्वभावेन ज्ञानस्य भवनं ज्ञानम् रागादिपरिहरणस्वभावेन ज्ञानस्य
भवनं चारित्रम् तदेवं सम्यग्दर्शनज्ञानचारित्राण्येकमेव ज्ञानस्य भवनमायातम् ततो ज्ञानमेव
परमार्थमोक्षहेतुः
સૂક્ષ્મ છે.) આ રીતે તેઓજોકે વાસ્તવિક રીતે સર્વકર્મરહિત આત્મસ્વભાવનું અનુભવન જ
મોક્ષનું કારણ છે તોપણકર્માનુભવના બહુપણા-થોડાપણાને જ બંધ-મોક્ષનું કારણ માનીને, વ્રત,
નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો મોક્ષના હેતુ તરીકે આશ્રય કરે છે.
હવે એવા જીવોને પરમાર્થ મોક્ષકારણ (ખરું મોક્ષનું કારણ) બતાવે છેઃ
જીવાદિનું શ્રદ્ધાન સમકિત, જ્ઞાન તેમનું જ્ઞાન છે,
રાગાદિ-વર્જન ચરણ છે, ને આ જ મુક્તિપંથ છે. ૧૫૫.
ગાથાર્થઃ[ जीवादिश्रद्धानं ] જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન [ सम्यक्त्वं ] સમ્યક્ત્વ છે, [ तेषाम्
अधिगमः ] તે જીવાદિ પદાર્થોનો અધિગમ [ ज्ञानम् ] જ્ઞાન છે અને [ रागादिपरिहरणं ] રાગાદિનો
ત્યાગ [ चरणं ] ચારિત્ર છે;[ एषः तु ] આ જ [ मोक्षपथः ] મોક્ષનો માર્ગ છે.
ટીકાઃમોક્ષનું કારણ ખરેખર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. તેમાં સમ્યગ્દર્શન તો
જીવાદિ પદાર્થોના શ્રદ્ધાનસ્વભાવે જ્ઞાનનું થવુંપરિણમવું તે છે; જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે
જ્ઞાનનું થવુંપરિણમવું તે જ્ઞાન છે; રાગાદિના ત્યાગસ્વભાવે જ્ઞાનનું થવુંપરિણમવું તે ચારિત્ર
છે. તેથી એ રીતે એમ ફલિત થયું કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે એકલું જ્ઞાનનું ભવન
(
પરિણમન) જ છે. માટે જ્ઞાન જ પરમાર્થ મોક્ષકારણ છે.
ભાવાર્થઃઆત્માનું અસાધારણ સ્વરૂપ જ્ઞાન જ છે. વળી આ પ્રકરણમાં જ્ઞાનને જ
પ્રધાન કરીને વ્યાખ્યાન છે. તેથી ‘સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રએ ત્રણેય સ્વરૂપે જ્ઞાન જ
પરિણમે છે’ એમ કહીને જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે. જ્ઞાન છે તે અભેદ વિવક્ષામાં આત્મા
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પુણ્ય-પાપ અધિકાર
૨૪૯
32