Samaysar (Gujarati). Gatha: 156.

< Previous Page   Next Page >


Page 250 of 642
PDF/HTML Page 281 of 673

 

background image
अथ परमार्थमोक्षहेतोरन्यत् कर्म प्रतिषेधयति
मोत्तूण णिच्छयट्ठं ववहारेण विदुसा पवट्टंति
परमट्ठमस्सिदाण दु जदीण कम्मक्खओ विहिओ ।।१५६।।
मुक्त्वा निश्चयार्थं व्यवहारेण विद्वांसः प्रवर्तन्ते
परमार्थमाश्रितानां तु यतीनां कर्मक्षयो विहितः ।।१५६।।
यः खलु परमार्थमोक्षहेतोरतिरिक्तो व्रततपःप्रभृतिशुभकर्मात्मा केषाञ्चिन्मोक्षहेतुः स
सर्वोऽपि प्रतिषिद्धः, तस्य द्रव्यान्तरस्वभावत्वात् तत्स्वभावेन ज्ञानभवनस्याभवनात्; परमार्थमोक्ष-
हेतोरेवैकद्रव्यस्वभावत्वात् तत्स्वभावेन ज्ञानभवनस्य भवनात्
જ છેએમ કહેવામાં કાંઈ પણ વિરોધ નથી. માટે ટીકામાં કેટલેક સ્થળે આચાર્યદેવે જ્ઞાનસ્વરૂપ
આત્માને ‘જ્ઞાન’શબ્દથી કહ્યો છે.
હવે, પરમાર્થ મોક્ષકારણથી અન્ય જે કર્મ તેનો નિષેધ કરે છેઃ
વિદ્વજ્જનો ભૂતાર્થ તજી વ્યવહારમાં વર્તન કરે,
પણ કર્મક્ષયનું વિધાન તો પરમાર્થ-આશ્રિત સંતને. ૧૫૬.
ગાથાર્થઃ[ निश्चयार्थं ] નિશ્ચયનયના વિષયને [ मुक्त्वा ] છોડીને [ विद्वांसः ] વિદ્વાનો
[ व्यवहारेण ] વ્યવહાર વડે [ प्रवर्तन्ते ] પ્રવર્તે છે; [ तु ] પરંતુ [ परमार्थम् आश्रितानां ] પરમાર્થને
(આત્મસ્વરૂપને) આશ્રિત [ यतीनां ] યતીશ્વરોને જ [ कर्मक्षयः ] કર્મનો નાશ [ विहितः ]
આગમમાં કહ્યો છે. (કેવળ વ્યવહારમાં પ્રવર્તનારા પંડિતોને કર્મક્ષય થતો નથી.)
ટીકાઃપરમાર્થ મોક્ષહેતુથી જુદો, જે વ્રત, તપ વગેરે શુભકર્મસ્વરૂપ મોક્ષહેતુ કેટલાક
લોકો માને છે, તે આખોય નિષેધવામાં આવ્યો છે; કારણ કે તે (મોક્ષહેતુ) અન્ય દ્રવ્યના
સ્વભાવવાળો (અર્થાત્
પુદ્ગલસ્વભાવી) હોવાથી તેના સ્વ-ભાવ વડે જ્ઞાનનું ભવન થતું નથી,
માત્ર પરમાર્થ મોક્ષહેતુ જ એક દ્રવ્યના સ્વભાવવાળો (અર્થાત્ જીવસ્વભાવી) હોવાથી તેના
સ્વભાવ વડે જ્ઞાનનું ભવન થાય છે.
ભાવાર્થઃમોક્ષ આત્માનો થાય છે તો તેનું કારણ પણ આત્મસ્વભાવી જ હોવું
જોઈએ. જે અન્ય દ્રવ્યના સ્વભાવવાળું હોય તેનાથી આત્માનો મોક્ષ કેમ થાય? શુભ કર્મ
પુદ્ગલસ્વભાવી છે તેથી તેના ભવનથી પરમાર્થ આત્માનું ભવન ન થઈ શકે; માટે તે આત્માના
૨૫૦
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-