वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो ।
मिच्छत्तमलोच्छण्णं तह सम्मत्तं खु णादव्वं ।।१५७।।
वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो ।
अण्णाणमलोच्छण्णं तह णाणं होदि णादव्वं ।।१५८।।
वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो ।
कसायमलोच्छण्णं तह चारित्तं पि णादव्वं ।।१५९।।
वस्त्रस्य श्वेतभावो यथा नश्यति मलमेलनासक्तः ।
मिथ्यात्वमलावच्छन्नं तथा सम्यक्त्वं खलु ज्ञातव्यम् ।।१५७।।
वस्त्रस्य श्वेतभावो यथा नश्यति मलमेलनासक्तः ।
अज्ञानमलावच्छन्नं तथा ज्ञानं भवति ज्ञातव्यम् ।।१५८।।
वस्त्रस्य श्वेतभावो यथा नश्यति मलमेलनासक्तः ।
कषायमलावच्छन्नं तथा चारित्रमपि ज्ञातव्यम् ।।१५९।।
મળમિલનલેપથી નાશ પામે શ્વેતપણું જ્યમ વસ્ત્રનું,
મિથ્યાત્વમળના લેપથી સમ્યક્ત્વ એ રીત જાણવું. ૧૫૭.
મળમિલનલેપથી નાશ પામે શ્વેતપણું જ્યમ વસ્ત્રનું,
અજ્ઞાનમળના લેપથી વળી જ્ઞાન એ રીત જાણવું. ૧૫૮.
મળમિલનલેપથી નાશ પામે શ્વેતપણું જ્યમ વસ્ત્રનું,
ચારિત્ર પામે નાશ લિપ્ત કષાયમળથી જાણવું. ૧૫૯.
ગાથાર્થઃ — [ यथा ] જેમ [ वस्त्रस्य ] વસ્ત્રનો [ श्वेतभावः ] શ્વેતભાવ [ मलमेलनासक्तः ]
મેલના મળવાથી ખરડાયો થકો [ नश्यति ] નાશ પામે છે — તિરોભૂત થાય છે, [ तथा ] તેવી
રીતે [ मिथ्यात्वमलावच्छन्नं ] મિથ્યાત્વરૂપી મેલથી ખરડાયું – વ્યાપ્ત થયું – થકું [ सम्यक्त्वं खलु ]
સમ્યક્ત્વ ખરેખર તિરોભૂત થાય છે [ ज्ञातव्यम् ] એમ જાણવું. [ यथा ] જેમ [ वस्त्रस्य ] વસ્ત્રનો
[ श्वेतभावः ] શ્વેતભાવ [ मलमेलनासक्तः ] મેલના મળવાથી ખરડાયો થકો [ नश्यति ] નાશ પામે
છે — તિરોભૂત થાય છે, [ तथा ] તેવી રીતે [ अज्ञानमलावच्छन्नं ] અજ્ઞાનરૂપી મેલથી ખરડાયું –
૨૫૨
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-