Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 253 of 642
PDF/HTML Page 284 of 673

 

background image
ज्ञानस्य सम्यक्त्वं मोक्षहेतुः स्वभावः परभावेन मिथ्यात्वनाम्ना कर्ममलेनावच्छन्नत्वात्ति-
रोधीयते, परभावभूतमलावच्छन्नश्वेतवस्त्रस्वभावभूतश्वेतस्वभाववत् ज्ञानस्य ज्ञानं मोक्षहेतुः
स्वभावः परभावेनाज्ञाननाम्ना कर्ममलेनावच्छन्नत्वात्तिरोधीयते, परभावभूतमलावच्छन्नश्वेत-
वस्त्रस्वभावभूतश्वेतस्वभाववत्
ज्ञानस्य चारित्रं मोक्षहेतुः स्वभावः परभावेन कषायनाम्ना
कर्ममलेनावच्छन्नत्वात्तिरोधीयते, परभावभूतमलावच्छन्नश्वेतवस्त्रस्वभावभूतश्वेतस्वभाववत् अतो
मोक्षहेतुतिरोधानकरणात् कर्म प्रतिषिद्धम्
अथ कर्मणः स्वयं बन्धत्वं साधयति
વ્યાપ્ત થયુંથકું [ ज्ञानं भवति ] જ્ઞાન તિરોભૂત થાય છે [ ज्ञातव्यम् ] એમ જાણવું. [ यथा ] જેમ
[ वस्त्रस्य ] વસ્ત્રનો [ श्वेतभावः ] શ્વેતભાવ [ मलमेलनासक्तः ] મેલના મળવાથી ખરડાયો થકો
[ नश्यति ] નાશ પામે છેતિરોભૂત થાય છે, [ तथा ] તેવી રીતે [ कषायमलावच्छन्नं ] કષાયરૂપી
મેલથી ખરડાયુંવ્યાપ્ત થયુંથકું [ चारित्रम् अपि ] ચારિત્ર પણ તિરોભૂત થાય છે [ ज्ञातव्यम् ]
એમ જાણવું.
ટીકાઃજ્ઞાનનું સમ્યક્ત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે, પરભાવસ્વરૂપ જે
મિથ્યાત્વ નામનો કર્મરૂપી મેલ તેના વડે વ્યાપ્ત થવાથી, તિરોભૂત થાય છેજેમ પરભાવસ્વરૂપ
મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ. જ્ઞાનનું જ્ઞાન
કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે, પરભાવસ્વરૂપ અજ્ઞાન નામના કર્મમળ વડે વ્યાપ્ત થવાથી
તિરોભૂત થાય છે
જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત
શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ. જ્ઞાનનું ચારિત્ર કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે,
પરભાવસ્વરૂપ કષાય નામના કર્મમળ વડે વ્યાપ્ત થવાથી તિરોભૂત થાય છે
જેમ
પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે
તેમ. માટે મોક્ષના કારણનું (
સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રનું) તિરોધાન કરતું હોવાથી કર્મને
નિષેધવામાં આવ્યું છે.
ભાવાર્થઃસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે. જ્ઞાનનું સમ્યક્ત્વરૂપ પરિણમન
મિથ્યાત્વકર્મથી તિરોભૂત થાય છે; જ્ઞાનનું જ્ઞાનરૂપ પરિણમન અજ્ઞાનકર્મથી તિરોભૂત થાય છે;
અને જ્ઞાનનું ચારિત્રરૂપ પરિણમન કષાયકર્મથી તિરોભૂત થાય છે. આ રીતે મોક્ષના કારણભાવોને
કર્મ તિરોભૂત કરતું હોવાથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે.
હવે, કર્મ પોતે જ બંધસ્વરૂપ છે એમ સિદ્ધ કરે છેઃ
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પુણ્ય-પાપ અધિકાર
૨૫૩