अथ कर्मणो मोक्षहेतुतिरोधायिभावत्वं दर्शयति —
सम्मत्तपडिणिबद्धं मिच्छत्तं जिणवरेहि परिकहियं ।
तस्सोदयेण जीवो मिच्छादिट्ठि त्ति णादव्वो ।।१६१।।
णाणस्स पडिणिबद्धं अण्णाणं जिणवरेहि परिकहियं ।
तस्सोदयेण जीवो अण्णाणी होदि णादव्वो ।।१६२।।
चारित्तपडिणिबद्धं कसायं जिणवरेहि परिकहियं ।
तस्सोदयेण जीवो अचरित्तो होदि णादव्वो ।।१६३।।
सम्यक्त्वप्रतिनिबद्धं मिथ्यात्वं जिनवरैः परिकथितम् ।
तस्योदयेन जीवो मिथ्यादृष्टिरिति ज्ञातव्यः ।।१६१।।
ज्ञानस्य प्रतिनिबद्धं अज्ञानं जिनवरैः परिकथितम् ।
तस्योदयेन जीवोऽज्ञानी भवति ज्ञातव्यः ।।१६२।।
चारित्रप्रतिनिबद्धः कषायो जिनवरैः परिकथितः ।
तस्योदयेन जीवोऽचारित्रो भवति ज्ञातव्यः ।।१६३।।
હવે, કર્મ મોક્ષના કારણના તિરોધાયિભાવસ્વરૂપ (અર્થાત્ મિથ્યાત્વાદિભાવસ્વરૂપ) છે
એમ બતાવે છેઃ —
સમ્યક્ત્વપ્રતિબંધક કરમ મિથ્યાત્વ જિનદેવે કહ્યું,
એના ઉદયથી જીવ મિથ્યાત્વી બને એમ જાણવું. ૧૬૧.
એમ જ્ઞાનપ્રતિબંધક કરમ અજ્ઞાન જિનદેવે કહ્યું,
એના ઉદયથી જીવ અજ્ઞાની બને એમ જાણવું. ૧૬૨.
ચારિત્રને પ્રતિબંધ કર્મ કષાય જિનદેવે કહ્યું,
એના ઉદયથી જીવ બને ચારિત્રહીન એમ જાણવું. ૧૬૩.
ગાથાર્થઃ — [ सम्यक्त्वप्रतिनिबद्धं ] સમ્યક્ત્વને રોકનારું [ मिथ्यात्वं ] મિથ્યાત્વ છે એમ
[ जिनवरैः ] જિનવરોએ [ परिकथितम् ] કહ્યું છે; [ तस्य उदयेन ] તેના ઉદયથી [ जीवः ] જીવ
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પુણ્ય-પાપ અધિકાર
૨૫૫