૨૬૨
ગાથાર્થઃ — [ मिथ्यात्वम् ] મિથ્યાત્વ, [ अविरमणं ] અવિરમણ, [ कषाययोगौ च ] કષાય અને યોગ — એ આસ્રવો [ संज्ञासंज्ञाः तु ] સંજ્ઞ (અર્થાત્ ચેતનના વિકાર) પણ છે અને અસંજ્ઞ (અર્થાત્ પુદ્ગલના વિકાર) પણ છે. [ बहुविधभेदाः ] વિવિધ ભેદવાળા સંજ્ઞ આસ્રવો — [ जीवे ] કે જેઓ જીવમાં ઉત્પન્ન થાય છે તેઓ — [ तस्य एव ] જીવના જ [ अनन्यपरिणामाः ] અનન્ય પરિણામ છે. [ ते तु ] વળી અસંજ્ઞ આસ્રવો [ ज्ञानावरणाद्यस्य कर्मणः ] જ્ઞાનાવરણ આદિ કર્મનું [ कारणं ] કારણ (નિમિત્ત) [ भवन्ति ] થાય છે [ च ] અને [ तेषाम् अपि ] તેમને પણ (અર્થાત્ અસંજ્ઞ આસ્રવોને પણ કર્મબંધનું નિમિત્ત થવામાં) [ रागद्वेषादिभावकरः जीवः ] રાગદ્વેષાદિ ભાવ કરનારો જીવ [ भवति ] કારણ (નિમિત્ત) થાય છે.
ટીકાઃ — આ જીવમાં રાગ, દ્વેષ અને મોહ — એ આસ્રવો પોતાના પરિણામના નિમિત્તે થાય છે માટે તેઓ જડ નહિ હોવાથી ચિદાભાસ છે ( – જેમાં ચૈતન્યનો આભાસ છે એવા છે, ચિદ્વિકાર છે).