मिथ्यात्वाविरतिकषाययोगाः पुद्गलपरिणामाः, ज्ञानावरणादिपुद्गलकर्मास्रवणनिमित्तत्वात्,
किलास्रवाः । तेषां तु तदास्रवणनिमित्तत्वनिमित्तं अज्ञानमया आत्मपरिणामा रागद्वेषमोहाः । तत
आस्रवणनिमित्तत्वनिमित्तत्वात् रागद्वेषमोहा एवास्रवाः । ते चाज्ञानिन एव भवन्तीति
अर्थादेवापद्यते ।
अथ ज्ञानिनस्तदभावं दर्शयति —
णत्थि दु आसवबंधो सम्मादिट्ठिस्स आसवणिरोहो ।
संते पुव्वणिबद्धे जाणदि सो ते अबंधंतो ।।१६६।।
नास्ति त्वास्रवबन्धः सम्यग्दृष्टेरास्रवनिरोधः ।
सन्ति पूर्वनिबद्धानि जानाति स तान्यबध्नन् ।।१६६।।
મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ — એ પુદ્ગલપરિણામો, જ્ઞાનાવરણાદિ પુદ્ગલ-
કર્મના આસ્રવણનાં ( – આવવાનાં) નિમિત્ત હોવાથી, ખરેખર આસ્રવો છે; અને તેમને
(મિથ્યાત્વાદિ પુદ્ગલપરિણામોને) કર્મ-આસ્રવણના નિમિત્તપણાનું નિમિત્ત રાગદ્વેષમોહ છે — કે
જેઓ અજ્ઞાનમય આત્મપરિણામો છે. માટે (મિથ્યાત્વાદિ પુદ્ગલપરિણામોને) આસ્રવણના
નિમિત્તપણાના નિમિત્તભૂત હોવાથી રાગ-દ્વેષ-મોહ જ આસ્રવો છે. અને તે તો ( – રાગદ્વેષમોહ
તો) અજ્ઞાનીને જ હોય છે એમ અર્થમાંથી જ નીકળે છે. (ગાથામાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું નથી
તોપણ ગાથાના જ અર્થમાંથી એ આશય નીકળે છે.)
ભાવાર્થઃ — જ્ઞાનાવરણાદિ કર્માેના આસ્રવણનું ( – આગમનનું) કારણ તો મિથ્યાત્વાદિ-
કર્મના ઉદયરૂપ પુદ્ગલના પરિણામ છે, માટે તે ખરેખર આસ્રવો છે. વળી તેમને કર્મ-
આસ્રવણના નિમિત્તભૂત થવાનું નિમિત્ત જીવના રાગદ્વેષમોહરૂપ (અજ્ઞાનમય) પરિણામ છે માટે
રાગદ્વેષમોહ જ આસ્રવો છે. તે રાગદ્વેષમોહને ચિદ્વિકાર પણ કહેવામાં આવે છે. તે રાગદ્વેષમોહ
જીવને અજ્ઞાન-અવસ્થામાં જ હોય છે. મિથ્યાત્વ સહિત જ્ઞાન જ અજ્ઞાન કહેવાય છે. માટે
મિથ્યાદ્રષ્ટિને અર્થાત્ અજ્ઞાનીને જ રાગદ્વેષમોહરૂપી આસ્રવો હોય છે.
હવે જ્ઞાનીને આસ્રવોનો (ભાવાસ્રવોનો) અભાવ છે એમ બતાવે છેઃ —
સુદ્રષ્ટિને આસ્રવનિમિત્ત ન બંધ, આસ્રવરોધ છે;
નહિ બાંધતો, જાણે જ પૂર્વનિબદ્ધ જે સત્તા વિષે. ૧૬૬.
ગાથાર્થઃ — [ सम्यग्दृष्टेः तु ] સમ્યગ્દ્રષ્ટિને [ आस्रवबन्धः ] આસ્રવ જેનું નિમિત્ત છે એવો
કહાનજૈનશાસ્ત્રમાળા ]
આસ્રવ અધિકાર
૨૬૩