यतो हि ज्ञानिनो ज्ञानमयैर्भावैरज्ञानमया भावाः परस्परविरोधिनोऽवश्यमेव निरुध्यन्ते;
ततोऽज्ञानमयानां भावानां रागद्वेषमोहानां आस्रवभूतानां निरोधात् ज्ञानिनो भवत्येव
आस्रवनिरोधः । अतो ज्ञानी नास्रवनिमित्तानि पुद्गलकर्माणि बघ्नाति, नित्यमेवाकर्तृत्वात् तानि
नवानि न बध्नन् सदवस्थानि पूर्वबद्धानि, ज्ञानस्वभावत्वात्, केवलमेव जानाति ।
બંધ [ नास्ति ] નથી, [ आस्रवनिरोधः ] (કારણ કે) આસ્રવનો (ભાવાસ્રવનો) નિરોધ છે; [ तानि ]
નવાં કર્મોને [ अबध्नन् ] નહિ બાંધતો [ सः ] તે, [ सन्ति ] સત્તામાં રહેલાં [ पूर्वनिबद्धानि ] પૂર્વે
બંધાયેલાં કર્મોને [ जानाति ] જાણે જ છે.
ટીકાઃ — ખરેખર જ્ઞાનીને જ્ઞાનમય ભાવો વડે અજ્ઞાનમય ભાવો અવશ્યમેવ નિરોધાય
છે — રોકાય છે — અભાવરૂપ થાય છે કારણ કે પરસ્પર વિરોધી ભાવો સાથે રહી શકે નહિ;
તેથી અજ્ઞાનમય ભાવોરૂપ રાગ-દ્વેષ-મોહ કે જેઓ આસ્રવભૂત (આસ્રવસ્વરૂપ) છે તેમનો નિરોધ
હોવાથી, જ્ઞાનીને આસ્રવનો નિરોધ હોય જ છે. માટે જ્ઞાની, આસ્રવો જેમનું નિમિત્ત છે એવાં
(જ્ઞાનાવરણાદિ) પુદ્ગલકર્માેને બાંધતો નથી, — સદાય અકર્તાપણું હોવાથી નવાં કર્માે નહિ બાંધતો
થકો સત્તામાં રહેલાં પૂર્વબદ્ધ કર્માેને, પોતે જ્ઞાનસ્વભાવવાળો હોઈને, કેવળ જાણે જ છે. (જ્ઞાનીનો
જ્ઞાન જ સ્વભાવ છે, કર્તાપણું સ્વભાવ નથી; કર્તાપણું હોય તો કર્મ બાંધે, જ્ઞાતાપણું હોવાથી
કર્મ બાંધતો નથી.)
ભાવાર્થઃ — જ્ઞાનીને અજ્ઞાનમય ભાવો હોતા નથી, અજ્ઞાનમય ભાવો નહિ હોવાથી
(અજ્ઞાનમય) રાગદ્વેષમોહ અર્થાત્ આસ્રવો હોતા નથી અને આસ્રવો નહિ હોવાથી નવો બંધ
થતો નથી. આ રીતે જ્ઞાની સદાય અકર્તા હોવાથી નવાં કર્મ બાંધતો નથી અને પૂર્વે બંધાયેલાં
જે કર્મો સત્તામાં રહ્યાં છે તેમનો જ્ઞાતા જ રહે છે.
અવિરતસમ્યગ્દ્રષ્ટિને પણ અજ્ઞાનમય રાગદ્વેષમોહ હોતા નથી. મિથ્યાત્વ સહિત
રાગાદિક હોય તે જ અજ્ઞાનના પક્ષમાં ગણાય છે, સમ્યક્ત્વ સહિત રાગાદિક અજ્ઞાનના
પક્ષમાં નથી. સમ્યગ્દ્રષ્ટિને નિરંતર જ્ઞાનમય પરિણમન જ હોય છે. તેને ચારિત્રમોહના ઉદયની
બળજોરીથી જે રાગાદિક થાય છે તેનું સ્વામીપણું તેને નથી; તે રાગાદિકને રોગ સમાન
જાણીને પ્રવર્તે છે અને પોતાની શક્તિ અનુસાર તેમને કાપતો જાય છે. માટે જ્ઞાનીને જે
રાગાદિક હોય છે તે વિદ્યમાન છતાં અવિદ્યમાન જેવા છે; તેઓ આગામી સામાન્ય સંસારનો
બંધ કરતા નથી, માત્ર અલ્પ સ્થિતિ-અનુભાગવાળો બંધ કરે છે. આવા અલ્પ બંધને અહીં
ગણવામાં આવ્યો નથી.
આ રીતે જ્ઞાનીને આસ્રવ નહિ હોવાથી બંધ થતો નથી.
૨૬૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-