Samaysar (Gujarati). Gatha: 167.

< Previous Page   Next Page >


Page 265 of 642
PDF/HTML Page 296 of 673

 

background image
अथ रागद्वेषमोहानामास्रवत्वं नियमयति
भावो रागादिजुदो जीवेण कदो दु बंधगो भणिदो
रागादिविप्पमुक्को अबंधगो जाणगो णवरि ।।१६७।।
भावो रागादियुतो जीवेन कृतस्तु बन्धको भणितः
रागादिविप्रमुक्तोऽबन्धको ज्ञायकः केवलम् ।।१६७।।
इह खलु रागद्वेषमोहसम्पर्कजोऽज्ञानमय एव भावः, अयस्कान्तोपलसम्पर्कज इव
कालायससूचीं, कर्म कर्तुमात्मानं चोदयति; तद्विवेकजस्तु ज्ञानमयः, अयस्कान्तोपलविवेकज
इव कालायससूचीं, अकर्मकरणोत्सुकमात्मानं स्वभावेनैव स्थापयति
ततो रागादिसङ्कीर्णोऽज्ञानमय
एव कर्तृत्वे चोदकत्वाद्बन्धकः तदसङ्कीर्णस्तु स्वभावोद्भासकत्वात्केवलं ज्ञायक एव, न
मनागपि बन्धकः
હવે, રાગદ્વેષમોહ જ આસ્રવ છે એવો નિયમ કરે છેઃ
રાગાદિયુત જે ભાવ જીવકૃત તેહને બંધક કહ્યો;
રાગાદિથી પ્રવિમુક્ત તે બંધક નહીં, જ્ઞાયક નર્યો. ૧૬૭.
ગાથાર્થઃ[ जीवेन कृतः ] જીવે કરેલો [ रागादियुतः ] રાગાદિયુક્ત [ भावः तु ] ભાવ
[ बन्धकः भणितः ] બંધક (અર્થાત્ નવાં કર્મનો બંધ કરનાર) કહેવામાં આવ્યો છે.
[ रागादिविप्रमुक्तः ] રાગાદિથી વિમુક્ત ભાવ [ अबन्धकः ] બંધક નથી, [ केवलम् ज्ञायक : ] કેવળ
જ્ઞાયક જ છે.
ટીકાઃખરેખર, જેમ લોહચુંબક-પાષાણ સાથે સંસર્ગથી (લોખંડની સોયમાં) ઉત્પન્ન
થયેલો ભાવ લોખંડની સોયને (ગતિ કરવાને) પ્રેરે છે તેમ રાગદ્વેષમોહ સાથે ભેળસેળપણાથી
(આત્મામાં) ઉત્પન્ન થયેલો અજ્ઞાનમય ભાવ જ આત્માને કર્મ કરવાને પ્રેરે છે, અને જેમ
લોહચુંબક-પાષાણ સાથે અસંસર્ગથી (લોખંડની સોયમાં) ઉત્પન્ન થયેલો ભાવ લોખંડની સોયને
(ગતિ નહિ કરવારૂપ) સ્વભાવમાં જ સ્થાપે છે તેમ રાગદ્વેષમોહ સાથે અભેળસેળપણાથી
(આત્મામાં) ઉત્પન્ન થયેલો જ્ઞાનમય ભાવ, જેને કર્મ કરવાની ઉત્સુકતા નથી (અર્થાત્
કર્મ
કરવાનો જેનો સ્વભાવ નથી) એવા આત્માને સ્વભાવમાં જ સ્થાપે છે; માટે રાગાદિ સાથે મિશ્રિત
(
મળેલો) અજ્ઞાનમય ભાવ જ કર્તૃત્વમાં પ્રેરતો હોવાથી બંધક છે અને ૨ાગાદિ સાથે અમિશ્રિત
ભાવ સ્વભાવનો પ્રકાશક (પ્રગટ કરનાર) હોવાથી કેવળ જ્ઞાયક જ છે, જરા પણ બંધક નથી.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
આસ્રવ અધિકાર
૨૬૫
34