Samaysar (Gujarati). Gatha: 168.

< Previous Page   Next Page >


Page 266 of 642
PDF/HTML Page 297 of 673

 

background image
अथ रागाद्यसङ्कीर्णभावसम्भवं दर्शयति
पक्के फलम्हि पडिए जह ण फलं बज्झए पुणो विंटे
जीवस्स कम्मभावे पडिए ण पुणोदयमुवेदि ।।१६८।।
पक्वे फले पतिते यथा न फलं बध्यते पुनर्वृन्तैः
जीवस्य कर्मभावे पतिते न पुनरुदयमुपैति ।।१६८।।
यथा खलु पक्वं फलं वृन्तात्सकृद्विश्लिष्टं सत् न पुनर्वृन्तसम्बन्धमुपैति, तथा
क र्मोदयजो भावो जीवभावात्सकृ द्विश्लिष्टः सन् न पुनर्जीवभावमुपैति एवं ज्ञानमयो रागाद्यसङ्कीर्णो
भावः सम्भवति
ભાવાર્થઃરાગાદિક સાથે મળેલો અજ્ઞાનમય ભાવ જ બંધનો કરનાર છે, રાગાદિક
સાથે નહિ મળેલો જ્ઞાનમય ભાવ બંધનો કરનાર નથીએ નિયમ છે.
હવે રાગાદિ સાથે નહિ મળેલા ભાવની ઉત્પત્તિ બતાવે છેઃ
ફળ પકવ ખરતાં, વૃંત સહ સંબંધ ફરી પામે નહીં,
ત્યમ કર્મભાવ ખર્યે, ફરી જીવમાં ઉદય પામે નહીં. ૧૬૮.
ગાથાર્થઃ[ यथा ] જેમ [ पक्वे फले ] પાકું ફળ [ पतिते ] ખરી પડતાં [ पुनः ] ફરીને
[ फलं ] ફળ [ वृन्तैः ] ડીંટા સાથે [ न बध्यते ] જોડાતું નથી, તેમ [ जीवस्य ] જીવને [ कर्मभावे ]
કર્મભાવ [ पतिते ] ખરી જતાં (અર્થાત્ છૂટો થતાં) [ पुनः ] ફરીને [ उदयम् न उपैति ] ઉત્પન્ન
થતો નથી (અર્થાત્ જીવ સાથે જોડાતો નથી).
ટીકાઃજેમ પાકું ફળ ડીંટાથી એકવાર છૂટું પડ્યું થકું ફરીને ડીંટા સાથે સંબંધ પામતું
નથી, તેમ કર્મના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ જીવભાવથી એકવાર છૂટો પડ્યો થકો ફરીને જીવભાવને
પામતો નથી. આ રીતે જ્ઞાનમય એવો, રાગાદિક સાથે નહિ મળેલો ભાવ ઉત્પન્ન થાય છે.
ભાવાર્થઃજો જ્ઞાન એકવાર (અપ્રતિપાતી ભાવે) રાગાદિકથી જુદું પરિણમે તો
ફરીને તે કદી રાગાદિક સાથે ભેળસેળ થઈ જતું નથી. આ રીતે ઉત્પન્ન થયેલો, રાગાદિક
સાથે નહિ મળેલો જ્ઞાનમય ભાવ સદાકાળ રહે છે. પછી જીવ અસ્થિરતારૂપે રાગાદિકમાં
જોડાય તે નિશ્ચયદ્રષ્ટિમાં જોડાણ છે જ નહિ અને તેને જે અલ્પ બંધ થાય તે પણ નિશ્ચયદ્રષ્ટિમાં
બંધ છે જ નહિ, કારણ કે અબદ્ધસ્પૃષ્ટરૂપે પરિણમન નિરંતર વર્ત્યા જ કરે છે. વળી તેને
મિથ્યાત્વની સાથે રહેનારી પ્રકૃતિઓનો બંધ થતો નથી અને અન્ય પ્રકૃતિઓ સામાન્ય સંસારનું
૨૬૬
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-