Samaysar (Gujarati). Gatha: 199.

< Previous Page   Next Page >


Page 311 of 642
PDF/HTML Page 342 of 673

 

background image
પુદ્ગલકરમરૂપ રાગનો જ વિપાકરૂપ છે ઉદય આ,
આ છે નહીં મુજ ભાવ, નિશ્ચય એક જ્ઞાયકભાવ છું. ૧૯૯.
ગાથાર્થઃ[ रागः ] રાગ [ पुद्गलकर्म ] પુદ્ગલકર્મ છે, [ तस्य ] તેનો [ विपाकोदयः ]
વિપાકરૂપ ઉદય [ एषः भवति ] આ છે, [ एषः ][ मम भावः ] મારો ભાવ [ न तु ] નથી;
[ अहम् ] હું તો [ खलु ] નિશ્ચયથી [ एकः ] એક [ ज्ञायकभावः ] જ્ઞાયકભાવ છું.
ટીકાઃખરેખર રાગ નામનું પુદ્ગલકર્મ છે, તેના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો
આ રાગરૂપ ભાવ છે, મારો સ્વભાવ નથી; હું તો આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ટંકોત્કીર્ણ એક
જ્ઞાયકભાવ છું. (આ રીતે સમ્યગ્દ્રષ્ટિ વિશેષપણે સ્વને અને પરને જાણે છે.)
વળી આ જ પ્રમાણે ‘રાગ’પદ બદલીને તેની જગ્યાએ દ્વેષ, મોહ, ક્રોધ, માન,
માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાયા, શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન અને સ્પર્શન
એ શબ્દો મૂકી સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં (કહેવાં) અને આ ઉપદેશથી બીજાં પણ
વિચારવાં.
આ રીતે સમ્યગ્દ્રષ્ટિ પોતાને જાણતો અને રાગને છોડતો થકો નિયમથી જ્ઞાન-
વૈરાગ્યસંપન્ન હોય છેએમ હવેની ગાથામાં કહે છેઃ
पोग्गलकम्मं रागो तस्स विवागोदओ हवदि एसो
ण दु एस मज्झ भावो जाणगभावो हु अहमेक्को ।।१९९।।
पुद्गलकर्म रागस्तस्य विपाकोदयो भवति एषः
न त्वेष मम भावो ज्ञायकभावः खल्वहमेकः ।।१९९।।
अस्ति किल रागो नाम पुद्गलकर्म, तदुदयविपाकप्रभवोऽयं रागरूपो भावः, न पुनर्मम
स्वभावः एष टङ्कोत्कीर्णैकज्ञायकभावोऽहम्
एवमेव च रागपदपरिवर्तनेन द्वेषमोहक्रोधमानमायालोभकर्मनोकर्ममनोवचनकाय-
श्रोत्रचक्षुर्घ्राणरसनस्पर्शनसूत्राणि षोडश व्याख्येयानि, अनया दिशा अन्यान्यप्यूह्यानि
एवं च सम्यग्दृष्टिः स्वं जानन् रागं मुञ्चंश्च नियमाज्ज्ञानवैराग्यसम्पन्नो भवति
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિર્જરા અધિકાર
૩૧૧