૩૧૨
एवं सम्यग्दृष्टिः सामान्येन विशेषेण च परस्वभावेभ्यो भावेभ्यो सर्वेभ्योऽपि विविच्य टङ्कोत्कीर्णैकज्ञायकभावस्वभावमात्मनस्तत्त्वं विजानाति । तथा तत्त्वं विजानंश्च स्वपरभावो- पादानापोहननिष्पाद्यं स्वस्य वस्तुत्वं प्रथयन् कर्मोदयविपाकप्रभवान् भावान् सर्वानपि मुञ्चति । ततोऽयं नियमात् ज्ञानवैराग्यसम्पन्नो भवति ।
ગાથાર્થઃ — [ एवं ] આ રીતે [ सम्यग्दृष्टिः ] સમ્યગ્દ્રષ્ટિ [ आत्मानं ] આત્માને (પોતાને) [ ज्ञायकस्वभावम् ] જ્ઞાયકસ્વભાવ [ जानाति ] જાણે છે [ च ] અને [ तत्त्वं ] તત્ત્વને અર્થાત્ યથાર્થ સ્વરૂપને [ विजानन् ] જાણતો થકો [ कर्मविपाकं ] કર્મના વિપાકરૂપ [ उदयं ] ઉદયને [ मुञ्चति ] છોડે છે.
ટીકાઃ — આ રીતે સમ્યગ્દ્રષ્ટિ સામાન્યપણે અને વિશેષપણે પરભાવસ્વરૂપ સર્વ ભાવોથી વિવેક (ભેદજ્ઞાન, ભિન્નતા) કરીને, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવું જે આત્માનું તત્ત્વ તેને (સારી રીતે) જાણે છે; અને એ રીતે તત્ત્વને જાણતો, સ્વભાવના ગ્રહણ અને પરભાવના ત્યાગથી નીપજવાયોગ્ય પોતાના વસ્તુત્વને વિસ્તારતો ( – પ્રસિદ્ધ કરતો), કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા સમસ્ત ભાવોને છોડે છે. તેથી તે (સમ્યગ્દ્રષ્ટિ) નિયમથી જ્ઞાનવૈરાગ્યસંપન્ન હોય છે (એમ સિદ્ધ થયું).
ભાવાર્થઃ — જ્યારે પોતાને તો જ્ઞાયકભાવરૂપ સુખમય જાણે અને કર્મના ઉદયથી થયેલા ભાવોને આકુળતારૂપ દુઃખમય જાણે ત્યારે જ્ઞાનરૂપ રહેવું અને પરભાવોથી વિરાગતા — એ બન્ને અવશ્ય હોય જ છે. આ વાત પ્રગટ અનુભવગોચર છે. એ (જ્ઞાનવૈરાગ્ય) જ સમ્યગ્દ્રષ્ટિનું ચિહ્ન છે.