अथ प्रथमत एव स्वभावभावभूततया ध्रुवत्वमवलम्बमानामनादिभावान्तरपरपरिवृत्ति-
विश्रान्तिवशेनाचलत्वमुपगतामखिलोपमानविलक्षणाद्भुतमाहात्म्यत्वेनाविद्यमानौपम्यामपवर्गसंज्ञिकां
गतिमापन्नान् भगवतः सर्वसिद्धान् सिद्धत्वेन साध्यस्यात्मनः प्रतिच्छन्दस्थानीयान् भावद्रव्यस्तवाभ्यां
स्वात्मनि परात्मनि च निधायानादिनिधनश्रुतप्रकाशितत्वेन निखिलार्थसार्थसाक्षात्कारिकेवलिप्रणीत-
त्वेन श्रुतकेवलिभिः स्वयमनुभवद्भिरभिहितत्वेन च प्रमाणतामुपगतस्यास्य समयप्रकाशक स्य प्राभृता-
ह्वयस्यार्हत्प्रवचनावयवस्य स्वपरयोरनादिमोहप्रहाणाय भाववाचा द्रव्यवाचा च परिभाषणमुपक्रम्यते ।
ટીકાઃ — અહીં (સંસ્કૃત ટીકામાં) ‘अथ’ શબ્દ મંગળના અર્થને સૂચવે છે. ગ્રંથના આદિમાં
સર્વ સિદ્ધોને ભાવ-દ્રવ્ય સ્તુતિથી પોતાના આત્મામાં તથા પરના આત્મામાં સ્થાપીને આ સમય
નામના પ્રાભૃતનું ભાવવચન અને દ્રવ્યવચનથી પરિભાષણ શરૂ કરીએ છીએ — એમ શ્રી
કુંદકુંદાચાર્ય કહે છે. એ સિદ્ધ ભગવંતો, સિદ્ધપણાને લીધે, સાધ્ય જે આત્મા તેના પ્રતિચ્છંદના
સ્થાને છે, — જેમના સ્વરૂપનું સંસારી ભવ્ય જીવો ચિંતવન કરીને, તે સમાન પોતાના સ્વરૂપને
ધ્યાઈને, તેમના જેવા થઈ જાય છે અને ચારે ગતિઓથી વિલક્ષણ જે પંચમગતિ મોક્ષ તેને પામે
છે. કેવી છે તે પંચમગતિ? સ્વભાવભાવરૂપ છે તેથી ધ્રુવપણાને અવલંબે છે. ચારે ગતિઓ
પરનિમિત્તથી થતી હોવાથી ધ્રુવ નથી, વિનાશિક છે; ‘ધ્રુવ’ વિશેષણથી પંચમગતિમાં એ
વિનાશિકતાનો વ્યવચ્છેદ થયો. વળી તે ગતિ કેવી છે? અનાદિ કાળથી અન્ય (પર) ભાવના
નિમિત્તથી થતું જે પરમાં ભ્રમણ તેની વિશ્રાંતિ (અભાવ) વશ અચલપણાને પામી છે. આ
વિશેષણથી, ચારે ગતિઓને પરનિમિત્તથી જે ભ્રમણ થાય છે તેનો પંચમગતિમાં વ્યવચ્છેદ થયો.
વળી તે કેવી છે? જગતમાં જે સમસ્ત ઉપમાયોગ્ય પદાર્થો છે તેમનાથી વિલક્ષણ અદ્ભુત માહાત્મ્ય
હોવાથી તેને કોઈની ઉપમા મળી શકતી નથી. આ વિશેષણથી, ચારે ગતિઓમાં જે પરસ્પર કથંચિત્
સમાનપણું મળી આવે છે તેનો પંચમગતિમાં વ્યવચ્છેદ થયો. વળી તે કેવી છે? અપવર્ગ તેનું
નામ છે. ધર્મ, અર્થ અને કામ — એ ત્રિવર્ગ કહેવાય છે; મોક્ષગતિ આ વર્ગમાં નહિ હોવાથી તેને
અપવર્ગ કહી. — આવી પંચમગતિને સિદ્ધભગવંતો પામ્યા છે. તેમને પોતાના તથા પરના આત્મામાં
સ્થાપીને, સમયનો (સર્વ પદાર્થોનો અથવા જીવપદાર્થનો) પ્રકાશક એવો જે પ્રાભૃત નામનો
અર્હત્પ્રવચનનો અવયવ (અંશ) તેનું, અનાદિ કાળથી ઉત્પન્ન થયેલ મારા અને પરના મોહના
નાશ માટે, હું પરિભાષણ કરું છું. કેવો છે તે અર્હત્પ્રવચનનો અવયવ? અનાદિનિધન પરમાગમ
શબ્દબ્રહ્મથી પ્રકાશિત હોવાથી, સર્વ પદાર્થોના સમૂહને સાક્ષાત્ કરનાર કેવળીભગવાન સર્વજ્ઞથી
પ્રણીત હોવાથી અને કેવળીઓના નિકટવર્તી સાક્ષાત્ સાંભળનાર તેમ જ પોતે અનુભવ કરનાર
એવા શ્રુતકેવળી ગણધરદેવોએ કહેલ હોવાથી પ્રમાણતાને પામ્યો છે. અન્યવાદીઓનાં આગમની
જેમ છદ્મસ્થ (અલ્પજ્ઞાની)ની કલ્પના માત્ર નથી કે જેથી અપ્રમાણ હોય.
૬
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-