૪૪૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
નથી, તેમ આત્મા પણ જે અશુદ્ધ વર્તતો થકો, પરદ્રવ્યનું ગ્રહણ જેનું લક્ષણ છે એવો અપરાધ
કરે છે તેને જ બંધની શંકા થાય છે અને જે શુદ્ધ વર્તતો થકો અપરાધ કરતો નથી તેને બંધની
શંકા થતી નથી — એવો નિયમ છે. માટે સર્વથા સર્વ પારકા ભાવોના પરિહાર વડે (અર્થાત્
પરદ્રવ્યના સર્વ ભાવોને છોડીને) શુદ્ધ આત્માને ગ્રહણ કરવો, કારણ કે એમ થાય ત્યારે જ
નિરપરાધપણું થાય છે.
ભાવાર્થઃ — જો માણસ ચોરી આદિ અપરાધ કરે તો તેને બંધનની શંકા થાય;
નિરપરાધને શંકા શા માટે થાય? તેવી જ રીતે જો આત્મા પરદ્રવ્યના ગ્રહણરૂપ અપરાધ
કરે તો તેને બંધની શંકા થાય જ; જો પોતાને શુદ્ધ અનુભવે, પરને ન ગ્રહે, તો બંધની શંકા
શા માટે થાય? માટે પરદ્રવ્યને છોડી શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું. ત્યારે જ નિરપરાધ
થવાય છે.
હવે પૂછે છે કે આ ‘અપરાધ’ એટલે શું? તેના ઉત્તરમાં અપરાધનું સ્વરૂપ કહે છેઃ —
સંસિદ્ધિ, સિદ્ધિ, રાધ, આરાધિત, સાધિત — એક છે,
એ રાધથી જે રહિત છે તે આતમા અપરાધ છે; ૩૦૪.
વળી આતમા જે નિરપરાધી તે નિઃશંકિત હોય છે,
વર્તે સદા આરાધનાથી, જાણતો ‘હું’ આત્મને. ૩૦૫.
तं न करोति तस्य सा न सम्भवति; तथात्मापि य एवाशुद्धः सन् परद्रव्यग्रहणलक्षणमपराधं
करोति तस्यैव बन्धशङ्का सम्भवति, यस्तु शुद्धः संस्तं न करोति तस्य सा न सम्भवतीति
नियमः । अतः सर्वथा सर्वपरकीयभावपरिहारेण शुद्ध आत्मा गृहीतव्यः, तथा सत्येव
निरपराधत्वात् ।
को हि नामायमपराधः ? —
संसिद्धिराधसिद्धं साधियमाराधियं च एयट्ठं ।
अवगदराधो जो खलु चेदा सो होदि अवराधो ।।३०४।।
जो पुण णिरावराधो चेदा णिस्संकिओ उ सो होइ ।
आराहणाइ णिच्चं वट्टेइ अहं ति जाणतो ।।३०५।।