Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 445 of 642
PDF/HTML Page 476 of 673

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
મોક્ષ અધિકાર
૪૪૫
संसिद्धिराधसिद्धं साधितमाराधितं चैकार्थम्
अपगतराधो यः खलु चेतयिता स भवत्यपराधः ।।३०४।।
यः पुनर्निरपराधश्चेतयिता निश्शङ्कितस्तु स भवति
आराधनया नित्यं वर्तते अहमिति जानन् ।।३०५।।
परद्रव्यपरिहारेण शुद्धस्यात्मनः सिद्धिः साधनं वा राधः अपगतो राधो यस्य
चेतयितुः सोऽपराधः अथवा अपगतो राधो यस्य भावस्य सोऽपराधः, तेन सह यश्चेतयिता
वर्तते स सापराधः स तु परद्रव्यग्रहणसद्भावेन शुद्धात्मसिद्धयभावाद्बन्धशङ्कासम्भवे
सति स्वयमशुद्धत्वादनाराधक एव स्यात् यस्तु निरपराधः स समग्रपरद्रव्यपरिहारेण
शुद्धात्मसिद्धिसद्भावाद्बन्धशङ्काया असम्भवे सति उपयोगैकलक्षणशुद्ध आत्मैक एवाहमिति
ગાથાર્થઃ[संसिद्धिराधसिद्धम्] સંસિદ્ધિ, *રાધ, સિદ્ધ, [साधितम् आराधितं च]
સાધિત અને આરાધિત[एकार्थम्] એ શબ્દો એકાર્થ છે; [यः खलु चेतयिता] જે આત્મા
[अपगतराधः] ‘અપગતરાધ’ અર્થાત્ રાધથી રહિત છે [सः] તે આત્મા [अपराधः] અપરાધ
[भवति] છે.
[पुनः] વળી [यः चेतयिता] જે આત્મા [निरपराधः] નિરપરાધ છે [सः तु] તે [निश्शङ्कितः
भवति] નિઃશંક હોય છે; [अहम् इति जानन्] ‘શુદ્ધ આત્મા તે જ હું છું’ એમ જાણતો થકો
[आराधनया] આરાધનાથી [नित्यं वर्तते] સદા વર્તે છે.
ટીકાઃપરદ્રવ્યના પરિહાર વડે શુદ્ધ આત્માની સિદ્ધિ અથવા સાધન તે રાધ. જે
આત્મા ‘અપગતરાધ’ અર્થાત્ રાધ રહિત હોય તે આત્મા અપરાધ છે. અથવા (બીજો
સમાસવિગ્રહ આ પ્રમાણે છેઃ) જે ભાવ રાધ રહિત હોય તે ભાવ અપરાધ છે; તે અપરાધ
સહિત જે આત્મા વર્તતો હોય તે આત્મા સાપરાધ છે. તે આત્મા, પરદ્રવ્યના ગ્રહણના સદ્ભાવ
વડે શુદ્ધ આત્માની સિદ્ધિના અભાવને લીધે બંધની શંકા થતી હોઈને સ્વયં અશુદ્ધ હોવાથી,
અનારાધક જ છે. અને જે આત્મા નિરપરાધ છે તે, સમગ્ર પરદ્રવ્યના પરિહાર વડે શુદ્ધ
આત્માની સિદ્ધિના સદ્ભાવને લીધે બંધની શંકા નહિ થતી હોવાથી ‘ઉપયોગ જ જેનું એક
લક્ષણ છે એવો એક શુદ્ધ આત્મા જ હું છું’ એમ નિશ્ચય કરતો થકો શુદ્ધ આત્માની સિદ્ધિ
* રાધ = આરાધના; પ્રસન્નતા; કૃપા; સિદ્ધિ; પૂર્ણતા; સિદ્ધ કરવું તે; પૂર્ણ કરવું તે.