૪૪૬
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
निश्चिन्वन् नित्यमेव शुद्धात्मसिद्धिलक्षणयाराधनया वर्तमानत्वादाराधक एव स्यात् ।
(मालिनी)
अनवरतमनन्तैर्बध्यते सापराधः
स्पृशति निरपराधो बन्धनं नैव जातु ।
नियतमयमशुद्धं स्वं भजन्सापराधो
भवति निरपराधः साधु शुद्धात्मसेवी ।।१८७।।
ननु किमनेन शुद्धात्मोपासनप्रयासेन ? यतः प्रतिक्रमणादिनैव निरपराधो
भवत्यात्मा; सापराधस्याप्रतिक्रमणादेस्तदनपोहकत्वेन विषकुम्भत्वे सति प्रतिक्रमणा-
જેનું લક્ષણ છે એવી આરાધનાથી સદાય વર્તતો હોવાથી, આરાધક જ છે.
ભાવાર્થઃ — સંસિદ્ધિ, રાધ, સિદ્ધિ, સાધિત અને આરાધિત — એ શબ્દોનો અર્થ એક
જ છે. અહીં શુદ્ધ આત્માની સિદ્ધિ અથવા સાધનનું નામ ‘રાધ’ છે. જેને તે રાધ નથી તે
આત્મા સાપરાધ છે અને જેને તે રાધ છે તે આત્મા નિરપરાધ છે. જે સાપરાધ છે તેને
બંધની શંકા થાય છે માટે તે સ્વયં અશુદ્ધ હોવાથી અનારાધક છે; અને જે નિરપરાધ છે
તે નિઃશંક થયો થકો પોતાના ઉપયોગમાં લીન હોય છે તેથી તેને બંધની શંકા નથી, માટે
‘શુદ્ધ આત્મા તે જ હું છું’ એવા નિશ્ચયપૂર્વક વર્તતો થકો સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને
તપના એક ભાવરૂપ નિશ્ચય આરાધનાનો આરાધક જ છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [सापराधः] સાપરાધ આત્મા [अनवरतम्] નિરંતર [अनन्तैः] અનંત
પુદ્ગલપરમાણુરૂપ કર્મોથી [बध्यते] બંધાય છે; [निरपराधः] નિરપરાધ આત્મા [बन्धनम्] બંધનને
[जातु] કદાપિ [स्पृशति न एव] સ્પર્શતો નથી જ. [अयम्] જે સાપરાધ આત્મા છે તે તો
[नियतम् ] નિયમથી [स्वम् अशुद्धं भजन् ] પોતાને અશુદ્ધ સેવતો થકો [सापराधः] સાપરાધ છે;
[निरपराधः] નિરપરાધ આત્મા તો [साधु] ભલી રીતે [शुद्धात्मसेवी भवति] શુદ્ધ આત્માનો સેવનાર
હોય છે. ૧૮૭.
(હવે વ્યવહારનયાવલંબી અર્થાત્ વ્યવહારનયને અવલંબનાર તર્ક કરે છે કેઃ — ) ‘‘એવો
શુદ્ધ આત્માની ઉપાસનાનો પ્રયાસ (મહેનત) કરવાનું શું કામ છે? કારણ કે પ્રતિક્રમણ આદિથી
જ આત્મા નિરપરાધ થાય છે; કેમ કે સાપરાધને, જે અપ્રતિક્રમણ આદિ છે તે, અપરાધને દૂર
કરનારાં નહિ હોવાથી, વિષકુંભ છે, માટે જે પ્રતિક્રમણ આદિ છે તે, અપરાધને દૂર કરનારાં