કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૫૭૯
હવે આ અર્થને ગાથામાં કહે છેઃ —
બહુવિધનાં મુનિલિંગને અથવા ગૃહસ્થીલિંગને
ગ્રહીને કહે છે મૂઢજન ‘આ લિંગ મુક્તિમાર્ગ છે’. ૪૦૮.
પણ લિંગ મુક્તિમાર્ગ નહિ, અર્હંત નિર્મમ દેહમાં
બસ લિંગ છોડી જ્ઞાન ને ચારિત્ર, દર્શન સેવતા. ૪૦૯.
ગાથાર્થઃ — [बहुप्रकाराणि] બહુ પ્રકારનાં [पाषण्डिलिङ्गानि वा] મુનિલિંગોને [गृहिलिङ्गानि
वा] અથવા ગૃહીલિંગોને [गृहीत्वा] ગ્રહણ કરીને [मूढाः] મૂઢ (અજ્ઞાની) જનો [वदन्ति] એમ
કહે છે કે ‘[इदं लिङ्गम्] આ (બાહ્ય) લિંગ [मोक्षमार्गः इति] મોક્ષમાર્ગ છે’.
[तु] પરંતુ [लिङ्गम्] લિંગ [मोक्षमार्गः न भवति] મોક્ષમાર્ગ નથી; [यत्] કારણ કે [अर्हन्तः]
અર્હંતદેવો [देहनिर्ममाः] દેહ પ્રત્યે નિર્મમ વર્તતા થકા [लिङ्गम् मुक्त्वा] લિંગને છોડીને
[दर्शनज्ञानचारित्राणि सेवन्ते] દર્શન - જ્ઞાન - ચારિત્રને જ સેવે છે.
ટીકાઃ — કેટલાક લોકો અજ્ઞાનથી દ્રવ્યલિંગને મોક્ષમાર્ગ માનતા થકા મોહથી
દ્રવ્યલિંગને જ ગ્રહણ કરે છે. તે ( – દ્રવ્યલિંગને મોક્ષમાર્ગ માનીને ગ્રહણ કરવું તે) અનુપપન્ન
અર્થાત્ અયુક્ત છે; કારણ કે બધાય ભગવાન અર્હંતદેવોને, શુદ્ધજ્ઞાનમયપણું હોવાને લીધે
पासंडीलिंगाणि व गिहिलिंगाणि व बहुप्पयाराणि ।
घेत्तुं वदंति मूढा लिंगमिणं मोक्खमग्गो त्ति ।।४०८।।
ण दु होदि मोक्खमग्गो लिंगं जं देहणिम्ममा अरिहा ।
लिंगं मुइत्तु दंसणणाणचरित्ताणि सेवंति ।।४०९।।
पाषण्डिलिङ्गानि वा गृहिलिङ्गानि वा बहुप्रकाराणि ।
गृहीत्वा वदन्ति मूढा लिङ्गमिदं मोक्षमार्ग इति ।।४०८।।
न तु भवति मोक्षमार्गो लिङ्गं यद्देहनिर्ममा अर्हन्तः ।
लिङ्गं मुक्त्वा दर्शनज्ञानचारित्राणि सेवन्ते ।।४०९।।
केचिद्द्रव्यलिङ्गमज्ञानेन मोक्षमार्गं मन्यमानाः सन्तो मोहेन द्रव्यलिङ्गमेवोपाददते ।
तदनुपपन्नम्; सर्वेषामेव भगवतामर्हद्देवानां, शुद्धज्ञानमयत्वे सति द्रव्यलिङ्गाश्रयभूत-