૫૮૦
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
દ્રવ્યલિંગને આશ્રયભૂત શરીરના મમકારનો ત્યાગ હોવાથી, શરીરાશ્રિત દ્રવ્યલિંગના ત્યાગ વડે
દર્શનજ્ઞાનચારિત્રની મોક્ષમાર્ગપણે ઉપાસના જોવામાં આવે છે (અર્થાત્ તેઓ શરીરાશ્રિત
દ્રવ્યલિંગનો ત્યાગ કરીને દર્શનજ્ઞાનચારિત્રને મોક્ષમાર્ગ તરીકે સેવતા જોવામાં આવે છે).
ભાવાર્થઃ — જો દેહમય દ્રવ્યલિંગ મોક્ષનું કારણ હોત તો અર્હંતદેવ વગેરે દેહનું મમત્વ
છોડી દર્શનજ્ઞાનચારિત્રને શા માટે સેવત? દ્રવ્યલિંગથી જ મોક્ષને પામત! માટે એ નક્કી થયું
કે — દેહમય લિંગ મોક્ષમાર્ગ નથી, પરમાર્થે દર્શનજ્ઞાનચારિત્રરૂપ આત્મા જ મોક્ષનો માર્ગ છે.
હવે એ જ સિદ્ધ કરે છે (અર્થાત્ દ્રવ્યલિંગો મોક્ષમાર્ગ નથી, દર્શન - જ્ઞાન-ચારિત્ર જ
મોક્ષમાર્ગ છે — એમ સિદ્ધ કરે છે)ઃ —
મુનિલિંગ ને ગૃહીલિંગ — એ લિંગો ન મુક્તિમાર્ગ છે;
ચારિત્ર - દર્શન - જ્ઞાનને બસ મોક્ષમાર્ગ જિનો કહે. ૪૧૦.
ગાથાર્થઃ — [पाषण्डिगृहिमयानि लिङ्गानि] મુનિનાં અને ગૃહસ્થનાં લિંગો [एषः] એ
[मोक्षमार्गः न अपि] મોક્ષમાર્ગ નથી; [दर्शनज्ञानचारित्राणि] દર્શન - જ્ઞાન-ચારિત્રને [जिनाः]
જિનદેવો [मोक्षमार्गं ब्रुवन्ति] મોક્ષમાર્ગ કહે છે.
ટીકાઃ — દ્રવ્યલિંગ ખરેખર મોક્ષમાર્ગ નથી, કારણ કે તે (દ્રવ્યલિંગ) શરીરાશ્રિત
હોવાથી પરદ્રવ્ય છે. દર્શન - જ્ઞાન - ચારિત્ર જ મોક્ષમાર્ગ છે, કારણ કે તેઓ આત્માશ્રિત હોવાથી
સ્વદ્રવ્ય છે.
शरीरममकारत्यागात्, तदाश्रितद्रव्यलिङ्गत्यागेन दर्शनज्ञानचारित्राणां मोक्षमार्गत्वेनोपासनस्य
दर्शनात् ।
अथैतदेव साधयति —
ण वि एस मोक्खमग्गो पासंडीगिहिमयाणि लिंगाणि ।
दंसणणाणचरित्ताणि मोक्खमग्गं जिणा बेंति ।।४१०।।
नाप्येष मोक्षमार्गः पाषण्डिगृहिमयानि लिङ्गानि ।
दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गं जिना ब्रुवन्ति ।।४१०।।
न खलु द्रव्यलिङ्गं मोक्षमार्गः, शरीराश्रितत्वे सति परद्रव्यत्वात् । दर्शनज्ञानचारित्राण्येव
मोक्षमार्गः, आत्माश्रितत्वे सति स्वद्रव्यत्वात् ।