કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૫૮૧
ભાવાર્થઃ — મોક્ષ છે તે સર્વ કર્મના અભાવરૂપ આત્મપરિણામ ( – આત્માના
પરિણામ) છે, માટે તેનું કારણ પણ આત્માના પરિણામ જ હોવું જોઈએ. દર્શન - જ્ઞાન - ચારિત્ર
આત્માના પરિણામ છે; માટે નિશ્ચયથી તે જ મોક્ષનો માર્ગ છે.
લિંગ છે તે દેહમય છે; દેહ છે તે પુદ્ગલદ્રવ્યમય છે; માટે આત્માને દેહ મોક્ષનો
માર્ગ નથી. પરમાર્થે અન્ય દ્રવ્યને અન્ય દ્રવ્ય કાંઈ કરતું નથી એ નિયમ છે.
જો આમ છે (અર્થાત્ જો દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી અને દર્શનજ્ઞાનચારિત્ર જ મોક્ષમાર્ગ
છે) તો આમ (નીચે પ્રમાણે) કરવું — એમ હવે ઉપદેશ કરે છેઃ —
તેથી તજી સાગાર કે અણગાર - ધારિત લિંગને,
ચારિત્ર - દર્શન - જ્ઞાનમાં તું જોડ રે! નિજ આત્મને. ૪૧૧.
ગાથાર્થઃ — [तस्मात्] માટે [सागारैः] સાગારો વડે ( – ગૃહસ્થો વડે) [अनगारकैः वा]
અથવા અણગારો વડે ( – મુનિઓ વડે) [गृहीतानि] ગ્રહાયેલાં [लिङ्गानि] લિંગોને [जहित्वा]
છોડીને, [दर्शनज्ञानचारित्रे] દર્શનજ્ઞાનચારિત્રમાં — [मोक्षपथे] કે જે મોક્ષમાર્ગ છે તેમાં — [आत्मानं
युंक्ष्व] તું આત્માને જોડ.
ટીકાઃ — કારણ કે દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી, તેથી સમસ્ત દ્રવ્યલિંગને છોડીને
દર્શનજ્ઞાનચારિત્રમાં જ, તે (દર્શનજ્ઞાનચારિત્ર) મોક્ષમાર્ગ હોવાથી, આત્માને જોડવાયોગ્ય છે —
એમ સૂત્રની અનુમતિ છે.
ભાવાર્થઃ — અહીં દ્રવ્યલિંગને છોડી આત્માને દર્શનજ્ઞાનચારિત્રમાં જોડવાનું વચન છે તે
સામાન્ય પરમાર્થ વચન છે. કોઈ સમજશે કે મુનિ - શ્રાવકનાં વ્રતો છોડાવવાનો ઉપદેશ છે. પરંતુ
એમ નથી. જેઓ કેવળ દ્રવ્યલિંગને જ મોક્ષમાર્ગ જાણી ભેખ ધારણ કરે છે, તેમને દ્રવ્યલિંગનો
यत एवम् —
तम्हा जहित्तु लिंगे सागारणगारएहिं वा गहिदे ।
दंसणणाणचरित्ते अप्पाणं जुंज मोक्खपहे ।।४११।।
तस्मात् जहित्वा लिङ्गानि सागारैरनगारकैर्वा गृहीतानि ।
दर्शनज्ञानचारित्रे आत्मानं युंक्ष्व मोक्षपथे ।।४११।।
यतो द्रव्यलिङ्गं न मोक्षमार्गः, ततः समस्तमपि द्रव्यलिङ्गं त्यक्त्वा दर्शनज्ञानचारित्रेष्वेव,
मोक्षमार्गत्वात्, आत्मा योक्तव्य इति सूत्रानुमतिः ।